Sports

લિજેન્ડ્સ લીગમાં ક્રિસ ગેલ ગુજરાત જાયન્ટ્સ વતી રમશે

નવી દિલ્હી : વેસ્ટ ઈન્ડિઝનો ટી-20 નિષ્ણાત ક્રિસ ગેલ 16 સપ્ટેમ્બરથથી (Septmber) શરૂ થનારી લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં (Cricket) ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતો જોવા મળશે. આ ટીમ અદાણી સ્પોર્ટ્સલાઈનની માલિકીની છે. એલએલસીના ડ્રાફ્ટ નિયમો અનુસાર, ફ્રેન્ચાઇઝીઓ પાસે તેમની સંબંધિત ટીમોને અંતિમ રૂપ આપવા માટે ત્રણ દિવસનો સમય છે, જેમાં ક્રિકેટના દિગ્ગજોની કોઈપણ વધારાની પસંદગીઓ સાથે તેમના ઉપલબ્ધ ફ્રેન્ચાઇઝ વૉલેટનો સમાવેશ થાય છે.
જાયન્ટ્સે વર્ચ્યુઅલ ડ્રાફ્ટ દરમિયાન શુક્રવારે 15 જાયન્ટ્સ પર 5,51,80,000 રૂપિયા ખર્ચ્યા હતા અને તેમની ટીમને અંતિમ સ્વરૂપ આપવા માટે 2,48,20,000 રૂપિયા બાકી હતા. એલએલસીના સીઇઓ અને સહ-સ્થાપક રમણ રહેજાએ જણાવ્યું હતું કે, “શુક્રવારના ડ્રાફ્ટ બાદ, ગુજરાત જાયન્ટ્સે સ્પષ્ટપણે ક્રિસ ગેલને તેના રૂ. 8 કરોડના અંગત ફ્રેન્ચાઇઝી પર્સમાંથી બાકી રહેલી રકમમાંથી ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

વનડે અને ટેસ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવા ટી-20માંથી મુશફિકર રહીમે નિવૃત્તિ લીધી
ઢાકા: બાંગ્લાદેશના વિકેટકીપર મુશફિકર રહીમે રવિવારે ક્રિકેટના લાંબા ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશનો 35 વર્ષીય માજી કેપ્ટન જોકે ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા માંગે છે. મુશફિકરે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે હું ટેસ્ટ અને વન ડે ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. બે ફોર્મેટમાં ગર્વથી મારા દેશનું પ્રતિનિધિત્વ કરવા માટે ઉત્સુક છું.

એશિયા કપમાં ટીમના નિરાશાજનક અભિયાન પછી મુશફિકરે નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટમાં ટીમ એક પણ મેચ જીતવામાં નિષ્ફળ રહી હતી. ખરાબ ફોર્મમાં રહેલા મુશફિકરે છેલ્લી 10 ટી-20માં માત્ર ત્રણ વખત જ બે અંકનો સ્કોર કર્યો છે. એશિયા કપમાં બે મેચમાં તે માત્ર પાંચ રન જ બનાવી શક્યો હતો. જમણા હાથના બેટ્સમેને 102 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બાંગ્લાદેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે આ સમયગાળા દરમિયાન 115.03ના સ્ટ્રાઈક રેટથી 1500 રન બનાવ્યા છે.

Most Popular

To Top