Sports

જસપ્રીત બુમરાહ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટનો ભાગ નહીં હોય, BCCI એ આપ્યું આ ચિંતાજનક અપડેટ

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને શુક્રવારે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ભારતીય સુકાની રોહિત શર્માએ કહ્યું કે બુમરાહની તબિયત સારી નથી અને તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રોહિતે કહ્યું કે અમે સમજીએ છીએ કે અમે આ શ્રેણીમાં સારું રમ્યા નથી. આશા છે કે અમે શક્ય તેટલી ઝડપથી તેમાં સુધાર કરી શકીશું. અમારું ધ્યાન આ ટેસ્ટ મેચ પર છે. બુમરાહની તબિયત સારી નથી, સિરાજને ટીમ ઇલેવનમાં શામેલ કરવામાં છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શુક્રવારથી ત્રીજી ટેસ્ટ રમાશે. બંને ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. તે જ સમયે આ પહેલા ભારતીય પ્લેઇંગ ઇલેવન સાથે જોડાયેલી મોટી માહિતી સામે આવી રહી છે. જસપ્રીત બુમરાહ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનનો ભાગ નહીં હોય. ટીમ મેનેજમેન્ટે જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસપ્રીત બુમરાહ બીમાર છે અને તેના પર કામનો બોજ ઓછો કરવા અને આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણી બાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. આ પ્રવાસમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમાશે. આ શ્રેણી 22 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ 22 નવેમ્બરથી 26 નવેમ્બર વચ્ચે રમાશે. આ પછી 6 ડિસેમ્બરથી બંને ટીમો આમને-સામને થશે. જ્યારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ 14 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર વચ્ચે રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ 26 ડિસેમ્બરથી મેલબોર્નના મેદાન પર રમાશે. આ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમવાની છે.

https://twitter.com/BCCI/status/1852193082063884641

બીસીસીઆઈએ બુમરાહ વિશે સોશિયલ મીડિયા પર પણ અપડેટ આપ્યુ હતુ. બીસીસીઆઈએ X પર લખ્યું હતું કે “જસપ્રિત બુમરાહ તેની વાયરલ બીમારીમાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી. તે મુંબઈમાં ત્રીજી ટેસ્ટ માટે પસંદગી માટે અનુપલબ્ધ છે.”

Most Popular

To Top