ભારતીય (Indian) ક્રિકેટ ટીમના (Cricket Team) પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ (Ravi Shashtri) ફરી એક વાર વિરાટ કોહલીનો (Virat Kohli) બચાવ કર્યો છે. રવિ શાસ્ત્રીએ પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, તમે મને બતાવો કે, છેલ્લાં કેટલાંય વર્ષોમાં કેટલી ટીમો એવી રહી જે આટલા લાંબા સમય સુધી સતત ઉત્તમ પ્રદર્શન કરતી રહી હોય. એટલું જ નહીં વિરાટ કોહલીની કપ્તાનીમાં એક પણ વર્લ્ડ કપ ભારત નથી જીતી શક્યું એવા સવાલ પર રવિ શાસ્ત્રી ભડકી ઊઠ્યા હતા.
રવિ શાસ્ત્રીએ કહ્યું કે આ કોઈ સવાલ નથી કે તમે કોઈને વર્લ્ડ કપ જીતવાના આધારે જજ કરો. દિવસના અંતે તમારું એ વાત પર મૂલ્યાંકન થાય છે કે, તમે કેવી રીતે રમો છો, શું તમે પૂરી ઇમાનદારીથી રમો છો. શું તમે લાંબા સમય સુધી પીચ પર ટકી રહ્યા. દિવસના અંતે તમે આ રીતે ખેલાડીઓને જજ કરો છો.
વિરાટ કોહલીના સમર્થનમાં રવિ શાસ્ત્રીએ નિવેદન આપતા કહ્યું કે ભારતીય ટીમના ઘણા સારા અને સીનિયર ખેલાડીઓએ વર્લ્ડ કપ નથી જીતી શકયા. તેઓએ ખેલાડીઓના નામ સાથે ઉલ્લેખ કરતા કહ્યું કે સૌરવ ગાંગુંલી, રાહુલ દ્રવિડ, લક્ષ્મણ, કુંબલે અને રોહિત શર્મા સહિતના ક્રિકેટરો વર્લ્ડ કપ નથી જીતી શક્યા. વધારામાં તેઓએ જણાવ્યું કે વર્લ્ડ કપ નથી જીતી શક્યા તેનો મતલબ એ નતી કે તેઓ ખરાબ ખેલાડી છે. તેમણે એવું કહ્યું કે સચિન તેંદુલકરને વર્લ્ડકપ જીતવા માટે 6 વર્લ્ડકપ રમવા પડ્યા હતા ત્યારે તે જીત્યો હતો. આ ઉપરાંત તેઓએ કહ્યું કે ટીમ ઈન્ડિયા પાસે અત્યાર સુધીમાં માત્ર 2 વિશ્વ વિજેતા કપ્તાન છે.
પોતાની કપ્તાનીમાં વિરાટ કોહલી વર્લ્ડ કપ નથી જીતી શક્યો એ સવાલ પર શાસ્ત્રીએ કહ્યું હતું કે, ”એ ઠીક છે, ખૂબ મોટા-મોટા ધૂરંધર ખેલાડીઓ પણ વર્લ્ડ કપ નથી જીતીને લાવ્યા. સૌરવ ગાંગુલી ક્યારેય વર્લ્ડ કપ નથી જીત્યો. રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, રોહિત શર્મા પણ ક્યારેય વર્લ્ડ કપ નથી જીત્યા તો શું એનો મતલબ એ તો નથીને કે તે બધા ખેલાડીઓ ખરાબ છે.”
સૌરવ ગાંગુલી અને ભારતીય ટીમના ખેલાડીઓ સંબંધિત એક સવાલના જવાબમાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે, એક વાત સ્પષ્ટ છે કે, સાર્વજનિક સ્થળ ઉપર હું મેલી ચાદર નથી ધોતો.