ભારતીય (Indian) ટીમના કેપ્ટન (Team Caption) તરીકેનો ભાર હળવો થતાંની સાથે વિરાટ કોહલીએ (Virat Kohli) આજે અહીં રમાયેલી પહેલી વન ડેમાં (One Day) માજી ભારતીય માસ્ટર બેટ્સમેન (Batsman) સચિન તેંદુલકરના (Sachin Tendulkar) વિદેશની ધરતી પર વન ડેમાં સર્વાધિક રન કરવાના ભારતીય રેકોર્ડને પોતાના નામે કર્યો હતો. વિરાટે 9મો રન લીધો તેની સાથે તેણે સચિનને પાછળ મુક્યો હતો. સચિને વિદેશની ધરતી પર વન ડેમાં 148 મેચમાં 5056 રન બનાવ્યા હતા. કોહલી આજે 51 રન કરીને આઉટ (Out) થયો તેની સાથે તેણે માત્ર 108 મેચમાં જ વિદેશની ધરતી પર વન ડેમાં 6108 રન બનાવ્યા છે.
- દક્ષિણ આફ્રિકામાં વન ડેમાં સર્વાધિક રન કરવા મામલે વિરાટે ગાંગુલી, દ્રવિડને પાછળ છોડી સચિન પછી બીજા ક્રમે
- સચિન તેંડુલકરનો રેકોર્ડ કોહલીએ તોડ્યો
- વિરાટનો સાઉથ આફ્રિકાની ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલમાં શાનદાર રેકોર્ડ
આ ઉપરાંત તેણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન ડે સીરિઝમાં સર્વાધિક રન બનાવવા મામલે સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડને ઓવરટેક કરીને સચિન પછી બીજા ક્રમે પહોંચી ગયો હતો. સચિને બંને દેશ વચ્ચેની વન ડે સીરિઝમાં 2001 રન કર્યા છે. જ્યારે કોહલીએ 27 રન કરતાની સાથે ગાંગુલી અને દ્રવિડને ઓવરટેક કર્યા હતા. આજની ઇનિંગ સાથે બંને દેશ વચ્ચેની વન ડે સીરિઝમાં તેના નામે કુલ 1338 રન થયા છે. ગાંગુલીના નામે 1313 જ્યારે દ્રવિડને નામે 1309 રન છે. આ મેચ પહેલા કોહલીના નામે 1287 રન હતા.
વિદેશી ધરતી પર વિરાટના રહ્યો વિરાટ રેકોર્ડ
કોહલીએ અત્યાર સુધી 107 મેચમાં 58.12ની એવરેજથી 5057 રન ફટકાર્યા છે. જેમાં 20 સદી અને 23 અર્ધસદી મારી છે. વિરાટનો સાઉથ આફ્રિકાની ધરતી પર વન-ડે ઈન્ટરનેશનલમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. આ દરમિયાન કોહલીએ 17 મેચમાં 87.70ની એવરેજથી 877 રન બનાવ્યા. જેમાં 3 સદી અને 4 જ અર્ધસદી ફટકારી છે. કોહલીએ છેલ્લે 2019માં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 71 સદી ફટકારી છે. દક્ષિણ આફ્રિકામાં વન ડેમાં સર્વાધિક રન કરવા મામલે વિરાટે ગાંગુલી, દ્રવિડને પાછળ છોડી સચિન પછી કોહલી બીજો ક્રમ ઘરાવે છે.