Sports

ક્રિકેટમાં રંગમાં ભંગ પડવાના એંઘાણ, IPLમાં કોરોનાની એન્ટ્રી

ભારતમાં (India) કોરોનાના (Corona) કેસોમાં ધટાડો થતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. સરકારે (Government) પણ મોટેભાગના નિયંત્રણો હળવાં કર્યા છે. મોટે ભાગના નિયંત્રણોમાંથી સરકારે લોકોને મુકિત આપી છે. ત્યાં ફરી એકવાર IPL 2022 પર કોરોનાના વાદળો છવાયા છે. મળતી માહિતી મુજબ દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે ચિંતાનો વિષય ઊભો થયો છે કારણકે ધણાં બધા ખેલાડીઓ તેઓના નીરિક્ષણ હેઠળ મેચની પ્રેકટિસ કરી રહ્યાં હતાં. દિલ્હી કેપિટલ્સના ફિઝિયોનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તેઓને તાત્કાલિત તમામ જરૂરી સારવાર આપવામાં આવી રહી છે. તેમજ તેઓના સંપર્કમાં કોઈ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કોરોનાના કારણે વર્ષ 2021માં આઈપીએલ અધવચ્ચેથી અટકાવી દેવામાં આવી હતી તેમજ આ ટુર્નામેન્ટ યુએઈમાં રમાડવામાં આવી હતી.

  • દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ
  • સંપર્કમાં કોઈ ન આવે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે
  • બે મહિનાની આઈપીએલ ટુર્નામેન્ટમાં કોરોનાનું જોખમ વધી ગયું
  • દિલ્હી કેપિટલ્સની આગામી મેચ શનિવારનાં રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે

મળતી માહિતી મુજબ ફરહાર્ટે ઓગસ્ટ 2015થી જુલાઈ 2019 સુધીના સમયગાળા દરમ્યાન ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય ફિઝિયો તરીકેની સેવા આપી ચૂક્યાં છે. 2019 ICC વર્લ્ડ કપ અગાઉ તેઓએ સેવા આપવાનું બંધ કર્યું હતું. કોરોના ગ્રસ્ત પેટ્રિક ફરહાર્ટને જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બે મહિનાની આઈપીએલ ટુર્નામેન્ટમાં કોરોનાનું જોખમ વધી ગયું છે. દિલ્હી કેપિટલ્સની આગામી મેચ શનિવારનાં રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છે.

આ IPL ટીમમાં થયાં ફેરફારો
પીઠની ઈજાને કારણે ચેન્નઈ સુપર કિંગ્સનો બોલર દીપક ચહર શુક્રવારના રોજ ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી બહાર થઈ ચૂક્યો છે. આ ઉપરાંત ટાટા IPL 2022 માટે રસિક સલામના રિપ્લેસમેન્ટ માટે કેકેઆર દ્વારા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને સાઈન કરવામાં આવ્યો છે. આ સિઝનમાં કેકેઆર માટે બે મેચ રમનાર રસિકને પીઠની નીચેના ભાગે ઈજા થતાં તે પણ IPL 2022ની ટુર્નામેન્ટમાં આગળ રમી શકશે નહીં. રિપ્લેસમેન્ટમાં દિલ્હીનો હર્ષિત રાણા તેની બેઝ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં કેકેઆરમાં જોડાશે.

Most Popular

To Top