નવી દિલ્હી: આજના ઠગબાજો અવનવી રીતો અપનાવીને ઠગાઈ કરતા હોય છે. સામાન્ય માણસે તો ફૂંકી ફૂંકીને તેમજ ખૂબ જ સાવચેતી પૂર્વક રહેવું પડ્તું હોય છે. કયારે કયો ફોન ઠગબાજોનો આવી જાય અને થોડી જ સેકેન્ડમાં એકાઉન્ટ ખાલી થઈ જાય કોઈ કહી શકતું નથી. આવો જ એક કિસ્સો ભારતીય ટીમમાં રમનાર ખેલાડીની પત્ની સાથે થયો છે. વાત છે દીપક ચાહરની પત્ની જયા ભારદ્વાજની જેણે પોતાના બિઝનેસ માટે 10 લાખ રુપિયા આપ્યા હતા પરંતુ તેની સાથે ઠગાઈ થઈ. આ ઠગાઈનો આરોપ હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ મેનેજર કમલેશ પરીખ ઉપર છે.
જાણકારી મુજબ લોકેદ્ર ચાહરની વહુએ હૈદ્રાબાદમાં પોતાના વ્યાપારનો વ્યાપ વધારવા માટે 10 લાખ રુપિયાનું ટ્રાંઝેકશન હૈદ્રાબાદ ક્રિકેટ એસોસિયેશનના પૂર્વ મેનેજર કમલેશ પરીખને કર્યું હતું. આ માટે તેઓએ એગ્રિમેન્ટ ઉપર સહી પણ કરી હતી. જો કે રુપિયા ટ્રાઝેકશન થયા પછી ન તો કમલેશ પરીખ તેઓના રુપિયા તેઓને પરત આપી રહ્યો કે ન તો જયાના વ્યાપારને અગાળી વધાવી રહ્યો જેના કારણે ચહરના પિતા લોકેદ્રએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ ફરિયાદમાં કહ્યું છે કે રુપિયા પરત માંગતા તેઓ સાથે ગાળા-ગાળી કરવામાં આવે છે તેમજ તેઓને મારી નાંખવાની ધમકી આપવામાં આવે છે. આ ફરિયાદમાં કમલેશ પરીખ સાથે તેના પુત્ર ધ્રુવ ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યો છે. કારણે આ બિઝનેસના એગ્રિમેન્ટમાં કમલેશ સાથે ધ્રુવ પણ સંકળાયેલો છે. જાણકારી મુજબ આ ફરિયાદ નોંધાયા પછી પોલીસે પોતાના કામગીરી શરૂ કરી દીધી છે.
દીપર ચહર કઈ ટીમ તરફથી રમી રહ્યો છે
દીપક ચહર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમ તરફથી રમી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈની ટીમે દીપકને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. દીપક ઈજાના કારણે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. દીપકે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામે રમી હતી. તેણે અત્યાર સુધીમાં 13 વનડે અને 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.