ઇન્ડિગો એરલાઇન્સ સુરત-જયપુરની ફ્લાઇટને લખનૌ સુધી ઉડાડવાની જાહેરાત કરવામાં આવી છે. ડીજીસીએ ઇન્ડિગો એરલાઇન્સનો સુરત-જયપુર-લખનૌનો વન વે સ્લોટ મંજૂર કર્યો છે. ફ્લાઇટ લખનૌથી 10:55 કલાકે ટેકઓફ થઇને જયપુર 12:20 કલાકે લેન્ડ થશે. જ્યાંથી 12:50 કલાકે ટેકઓફ થશેને સુરતમાં 14: 20 કલાકે પહોંચશે.
સુરત શહેરમાં લોકોની ડિમાન્ડ અને ટ્રાફિકને ધ્યાને રાખી ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દિલ્હી-સુરત-દિલ્હીની ત્રીજી ફલાઇટ 20 એપ્રિલથી ઉડાવવાની કરવાની જાહેરાત કરવામાં આવી છે. સ્પાઇસ જેટ દ્વારા અઠવાડિયામાં મંગળ, બુધ, ગુરૂ અને શુક્ર એમ ચાર દિવસ ઓપરેટ કરવામાં આવશે. આ ફ્લાઇટ દિલ્હીથી 12:10 કલાકે ઉપડશે અને સુરતમાં 13:55 કલાકે લેન્ડ થશે. જ્યારે સુરતથી 14:25 કલાકે ઉપડશે અને દિલ્હી 16:05 કલાકે પહોચશે.
વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ સ્પાઇસ જેટની સવારે 8:10 કલાકે સુરતથી દિલ્લી માટે ઉપડનારી ફ્લાઇટને ગોરખપુર સુધી લંબાવવામા આવી છે. જેને પગલે ગોરખપુર જનારાઓને ફ્લાઇટ નહીં બદલવી પડે. તે ઉપરાંત સ્પાઇસ જેટે સુરતથી પટનાની સીધી ફ્લાઇટની જાહેરાત પણ કરી છે. સાથે સાથે એપ્રિલમાં સવારે સુરતથી મુંબઇની ફ્લાઇટ પણ શરૂ થશે.
એપ્રિલમાં સુરતથી મુંબઇની ફ્લાઇટ પણ શરૂ થશે
સ્પાઇસ જેટના સુત્રોના જણાવ્યા મુજબ એપ્રિલમાં સુરતથી મુંબઇની મોર્નિંગ ફ્લાઇટ શરૂ થશે. આ ફ્લાઇટનું એરક્રાફ્ટ નાસિકથી 12:25 કલાકે ફ્લાઇટ ઉપડશે અને 13:20 કલાકે સુરત આવશે. 14:40 કલાકે સુરતથી નાસિક જવા રવાના થશે. સંભાવના એવી છે કે સુરતથી મુંબઇની ફ્લાઇટ માટે જે સ્લોટ માંગવામાં આવ્યો છે તે મુજબ સુરતથી 9-40 કલાકે ફ્લાઇટ ઉપડશે અને મુંબઇ 10:50 કલાકે પહોંચશે.
આજ ફ્લાઇટ સાંજે મુંબઇથી 18:35 કલાકે ઉપડી સુરત 19-35 કલાકે આવશે. જ્યારે સુરતથી જયપુર 19:55 કલાકે ઉપડશે અને 21:30 કલાકે જયપુર પહોંચશે. જોકે ડીજીસીએ દ્વારા હજી મંજૂરી આપવામાં આવી નથી. પરંતુ સ્લોટ રજૂ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી સુરતના લોકો સુરતથી લખનૌની ફ્લાઇટ શરૂ કરે તેવી માંગ કરી રહ્યા હતા.આવનારા દિવસોમાં સુરતથી લખનૌની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તો પણ ટ્રાફિક મળી રહેશે તેવુ સુત્રો જણાવી રહ્યા છે