નવી દિલ્હી : સ્પાઇસ જેટની (Spice Jet) ફ્લાઇટમાં બૉમ્બ (Bomb) મુકાયાની સૂચનાથી તંત્ર દોડતું થઇ ગયું છે. આ ફ્લાઇટ ઉડાન ભરવા પહેલા તેમાં બૉમ્બ મુકાયાની ખબરથી ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સૂચનાના અનુસંધાનમાં દિલ્હી પોલીસે (Delhi Police) તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમની પાસે બૉમ્બ મુકાયાની સૂચના ભર્યો કોલ આવતા સતર્ક થયેલું તંત્ર તુરંત જ એલર્ટ મોડમાં મુકાઈ ગયું હતું. અને તુરંત જ દિલ્હી પોલીસે ફ્લાઇટની ચકાસણી કરવાની કવાયતમાં લાગી ગઈ હતી. દિલ્હી પોલીસની સાથે સીઆરપીએફની ટિમ (CRPF Team) પણ કામે લાગી ગઈ હતી…
- બૉમ્બ મુકાયાની સૂચના ભર્યો કોલ આવતા સતર્ક થયેલું તંત્ર તુરંત જ એલર્ટ મોડમાં મુકાઈ ગયું
- બે દિવસ અગાઉ પણ ગોવા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને બોમ્બની ધમકી મળી હતી
- અત્યાર સુધી અમને ફ્લાઇટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ SOP મુજબ કરાઈ સુરક્ષા કવાયત
SOP મુજબ સુરક્ષા કવાયત કરવામાં આવશે
આ ઘટનાને લઇને દિલ્હી પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી અમને ફ્લાઇટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી પરંતુ SOP મુજબ સુરક્ષા કવાયત કરવામાં આવશે. ઘટના સ્થળ ઉપરના સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી અને સ્ટાન્ડર્ડ પ્રોટોકોલને અનુસરીને ફ્લાઈટને રવાના કરવામાં આવી રહી છે.
ગતરોજ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઈટમાં પણ બોમ્બની ધમકી મળી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ ગોવા એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને બોમ્બની ધમકી મળી હતી. ત્યારબાદ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટને ગુજરાતના જામનગર તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી ANIએ સોમવારે એરપોર્ટ અધિકારીને ટાંકીને આ માહિતી આપી હતી. આ પછી મંગળવારે સુરક્ષા દળોએ મોસ્કો-ગોવા ચાર્ટર્ડ ફ્લાઇટમાં મુસાફરોની સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. જો કે, પાછળથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
ફ્લાઇટમાં તુરંત જ ચેકીંગની કવાયત શરુ કરવામાં આવી હતી
ફ્લાઇટમાં બૉમ્બ મુકાયાની આ ઘટના દિલ્હી પોલીસે કહ્યું કે તેમને એક કોલ આવ્યો હતો કે દિલ્હીથી પુણે જતી સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ છે. જે બાદ દિલ્હી એરપોર્ટ પર ફ્લાઈટની તપાસ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે સુરક્ષા ધોરણના દરેક પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે.