Charchapatra

ગુજરાતીમાં થતી જોડણીની ભૂલો

આજકાલ જુદી જુદી ભાષાના લોકો ગુજરાતમાં રહેતા હોવાથી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉચ્ચારણના મિશ્રણને કારણે ગુજરાતી શબ્દો લખવામાં જોડણીની ભૂલ થતી હોય છે. જેમકે પંડ્યા અટક હોય છે તેનો સ્પેલિંગ pandya થાય છે. તો કેટલાક લોકો તેનું પાંડ્યા ઉચ્ચારણ કરે છે. ગુજરાતીમાં આશીર્વાદ એવો શબ્દ છે પરંતું ઘણી જાહેર જગ્યાએ આર્શિવાદ એવું લખેલું જોવા મળે છે. દ+ય= દ્ય થાય પરંતુ ઘણા લોકો ધ+ ય=ધ્ય ઉચ્ચારણ કરી લખે છે. જેમકે સાચો શબ્દ છે વિદ્યાર્થી તો વિધ્યાર્થી લખે છે. તે જ રીતે ઉદ્યોગ, ઉદ્યાન, મદ્યપાન, Husband એટલે પતિ પણ ઘણા લોકો પતી લખે છે. તે જ રીતે ચ્હા ની જગ્યાએ ચા લખે છે.

શીખંડ અને શ્રીખંડમાં અંગ્રેજી સ્પેલિંગ shrikhand લખાય છે. પરંતુ ગુજરાતીમાં શીખંડ અને શ્રીખંડ બંને રીતે લખાય છે. જે જાણકાર વિદ્વાન હોય તે ચર્ચાપત્રમાં સાચું શું તે જણાવશો. જ્ઞાન શબ્દનું ગુજરાતી ઉચ્ચારણ ગ્નાન છે પણ હિન્દી ઉચ્ચારણ ગ્યાન છે. એક સ્કૂલનું નામ જ્ઞાનજ્યોત વિદ્યાલય છે, તો ગુજરાતી માધ્યમ વાળા અને હિન્દી માધ્યમ વાળાના ઉચ્ચારણ અલગ પડે છે. તો અંગ્રેજીમાં ઉચ્ચારણ કયુ થાય તે કોઈ વિદ્વાન ચર્ચાપત્રમાં જણાવજો. આજ રીતે ઘેર અને ઘરે એમાં ક્યારેક લેખકો ઘેર શબ્દ વાપરે છે તો કયારેક ઘરે શબ્દ વાપરે છે. દક્ષિણ ગુજરાતમાં ઘરે શબ્દ વપરાય છે. બાકી બધે ઘેર શબ્દ વપરાય છે. આમ,ગુજરાતી જોડણીમાં ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો પર ધ્યાન દોર્યુ છે.
ગોડાદરા,સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top