લગ્ન પહેલાનો ભાવ વર્તન, લગ્ન પછીના દાયકામાં કેટલાક કિસ્સાઓમાં યુ ટર્ન લે. દરમિયાન એક યા બે બાળકો પણ દંપત્તીને હોય. જીદે, અહમમાં પતિ-પત્ની કોર્ટમાં છૂટાછેડા સુધી પહોંચી જાય. તે પહેલા સમજાવટ થી પતાવટ કરવાના પ્રયત્નો સુધ્ધા નિષ્ફળ જાય. આખરે કેસ ચાલી જતાં પરિસ્થિતિનો અભ્યાસ કરી જ્જ છૂટાછેડા આપે, પ્રત્યાઘાત રૂપે 3 વર્ષનું બાળક મા પાસે અને સાત વર્ષનું બાળક બાપને સોંપવામાં આવે. ભાઈ અને બહેન બંને બાળકો સાથે જ રહેવા માંગતા હતા. બંને હાથ પકડી એકબીજાને પોતાના તરફ ખેંચે દૃશ્ય જોઈ જજે કોટમાંથી રૂમાલ કાઢી આંખ લૂંછી, પોતાના રૂમમાં ચાલ્યા ગયા. આજુબાજુ ઊભેલ પ્રેક્ષકો સુધ્ધા હૃદયદ્રાવક દૃશ્યો જોઈ સ્તબ્ધ થઈ ગયા. ફારગતીની ગતી, વિધિ જોઈ ધ્રુસકે ચઢયા, મા-બાપ મક્કમ રહ્યા, એક સુંદર પંકિત વાંચી ‘‘હાથી કો કહના નહીં પડતાં, તું પ્રાણવાન બન, ઘોડે કો કહના નહિ પડતા તું જીતવાન બન, કુત્તેકો કહના નહિ પડતા તું વફાદાર બન, લેકીન ઈન્સાન કો કહના પડતા હૈ તું ઈન્સાન બન’’
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.