જીવનભર આપણું જીવન સરળતાથી વહેતું નથી. સામાજિક, આર્થિક, શારીરિક અનેક પ્રકારની મુશ્કેલીઓ હચમચાવી નાખે. પ્રાકૃતિક સૌંદર્ય વેરવિખેર કરી નાખે તે આપણે તાજેતરમાં મેઘતાંડવથી જોયું. વાહનવ્યવહાર સુધ્ધાં બાકાત રહેતો નથી. ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવ ગરીબ મધ્યમ વર્ગને તો દેવું-લોન-ઉછીના નાણાં સિવાય આરો નથી. હપ્તા સમયસર નહિ ભરાતાં ખૂનામરકી દેખા દે, ટપકી પડે. દિવાળી જેવા પવિત્ર તહેવારમાં સુધ્ધાં નિહાળી. જેની પાસે દર્દી સારા થવાની આશાએ જાય છે તે ડોકટર જ ડિગ્રી વિનાના હોય, પેશન્ટ સારો તો કયાંથી થાય? નબળો પડતો જાય.
`ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો? વિશાળ પ્રશ્ન. ભેળસેળ, ટૂંકી મહેનતે વધુ કમાઇ લેવાની મહેચ્છા, હોટલોમાં ખાવામાં કીડી, વંદા, પલવડી શું વઘારમાં નાંખવામાં આવે છે? સોક્રેટિસે સુંદર ઉદાહરણ નોંધ્યું છે. દુ:ખોના પોટલાઓનો જો ઢગલો કરવામાં આવે પછી સરખે હિસ્સે બધાએ વહેંચી લેવાનું હોય તો મોટા ભાગનાં માણસો પોતપોતાનું જ પોટલું ઉપાડે. કયારેક દુ:ખ જ માણસને સમૃધ્ધિ સફળતા તરફ પ્રેરે છે. હરહંમેશ નહિ કવચિત્ પણ ગતિ અને વિધિનું ચક્ર અટકવાનું નથી.
સુરત – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.