અલથાણ ખાડી કાંઠે બન્ને તરફ રોડ બનાવવામાં આવ્યા છે. તેને કારણે પાંડેસરા સચીન બારડોલી તરફ અપડાઉન કરનારા લોકો માટે આ રોડ શોર્ટકટ તેમજ ટ્રાફીકથી રાહત આપનારો છે પરંતુ આ રોડ ખુબ જ સાંકડો છે તેમજ ટુ-વૅના કારણે અકસ્માત થતાં રહે છે. અકસ્માતમાં વાહનોને નુકસાન થતું રહે છે પરંતુ અત્યાર સુધી કોઈ મોટી જાનહાની થઇ નથી પણ કયારેક થઇ શકે છે. રોડ સાંકડા અને વળાંકદાર હોય ફુલ સ્પીડે આવતી ગાડી સામસામે ટકરાવાનો ભય છે. અકસ્માતની સંભાવના નકારી શકાય એમ નથી. પોલીસ કમિશનર આ બાબતે સર્વે કરાવી ગાડીની ગતિને કાબુમાં રાખવા રોડના વળાંક પર સ્પીડ બ્રેકર મુકાવામાં આવે તો કયારેક સંભવિત જીવલેણ અકસ્માતથી વાહન ચાલકોને બચાવી શકાય તેમ છે અથવા તો આ રોડ ખુબ જ સાંકડો હોય તેને વન-વૅ કરવામાં આવે અને તેનો તાકીદે અમલ કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે.
સુરત – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.