અમદાવાદ: આવતીકાલથી રાજયભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Board Exam) શરૂ થવા જઇ રહી છે. કોરોના (Corona) બાદ પ્રથમવાર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ (Student) પરીક્ષા આપશે. તેથી પરીક્ષા આપવા જઇ રહેલા કેટલાક વિદ્યાર્થીઓને ઘણા પ્રશ્નો મુંઝવતા હશે, ખાસ કરીને ધોરણ 10ના વિદ્યાર્થીઓના મનમાં ઘણા પ્રશ્નો સાથે ડર પણ હશે. પરંતુ તમને જણાવી દઇએ કે જે વિદ્યાર્થી પ્રથમવાર પરીક્ષા આપવા જઇ રહ્યા છે તેમના માટે ખાસ ટિપ્સ અહીં મુકવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓના મુંઝવાતા પ્રશ્ન હલ થઇ શકે.
બોર્ડની પરીક્ષા આપવાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને કેટલાક પ્રશ્નો મુંઝવતા હશે. અને જે વિદ્યાર્થી પ્રથમવાર પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેમને ઘણી ગભરામણ થતી હશે અને આ સમયે વિદ્યાર્થીઓ એક સાથે બધુ જ વાંચવાની કોશિશ કરતા હશે, અને આ સાથે જ તેઓ બધા વિષયો એક સાથે વાંચવાની કોશિશ કરતા હતા હશે પરંતુ નિષ્ણાતોના આધારે વિદ્યાર્થીઓએ ડરવાની જરૂર નથી. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અંતિમ સમયમાં એક સાથે તમામ વિષય વાંચવાની જગ્યાએ એક એક વિષયનું ટાઇમ ટેબલ બનાવી વાંચવું જોઇએ જેથી વિદ્યાર્થીઓ કન્ફયુઝ નહીં થાય અને સારી રીતે પરીક્ષા આપી શકે.
પરીક્ષાના ટેન્શનના કારણે વિદ્યાર્થીઓ પોતાની ઊંઘ બરાબર લેતા હોતા નથી, પરંતુ વિદ્યાર્થીઓ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે જો તે ઓ પૂરતી ઊંઘ લેશે તો પરીક્ષા વધુ સારી રીતે આપી શકેશે. બીજી એક વાત કે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે જેથી શક્ય હોય તો ઘરે રહીને તૈયારી કરવી. બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે ઉત્તરવહીમાં કોઈ નિશાન ના કરવા જેથી ઓળખાણ પ્રસ્થાપિત થાય. જે આવડતું હોય તે પ્રથમ લખવું.
પ્રથમવાર પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે પ્રશ્નો પ્રથમ આવડે તેને જ મહત્વ આપવું, એવી જ રીતે જે વિષયમાં તમારી સારી પકડ છે તે વિષયમાં વધારે ધ્યાન આપી માર્ક્સ કવર કરી લેવા. જેમકે થીયરીના વિષયમાં નાની ભૂલોના કારણે માર્ક્સ કપાય છે પરંતુ ગણિત, એકાઉન્ટ, સ્ટેટ્સ જેવા વિષયમાં પુરા માર્ક્સ મેળવી શકાય જેથી રફમાં ગણતરી કરીને લખવું. પ્રશ્ન લખતી વખતે જરાક પણ કન્ફૂયુઝન લાગે તો અટકી જવું અને વિચારી નિર્ણય કરી પ્રશ્નોનો જવાબ લખવો. ઉત્તરવહીમાં છેકછાક કરવું નહીં.
વિદ્યારથીઓએ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું
- સમયસર પરીક્ષાના કેન્દ્ર પર પહોંચી જવું
- પરીક્ષાની હોલ ટિકિટની ઝેરોક્ષ કાઢીને સાથે રાખવી
- વિદ્યાર્થીઓએ વ્હીકલ ચલાવવાનું ટાળવું અને ડ્રાઇવિંગમાં કાળજી રાખવી
- પરીક્ષામાં વિદ્યાર્થીઓએ એક્સ્ટ્રા પેન, પેન્સિલ, કેલ્કયુલેટર, કાંડા ઘડિયાળ રાખવી
- પરીક્ષામાં સમયનો ગણતરીથી ઉપયોગ કરવો, જે આવડતું હોય તે પહેલા લખવું
- પેપર લખાય ગયા બાદ એકવાર ચકાસવું