Vadodara

વિદેશ ભણવા જનાર 216 વિદ્યાર્થીઓ માટે બીજા ડોઝના રસીકરણની વિશેષ વ્યવસ્થા કરાઇ

વડોદરા: વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે કોર્પોરેશન દ્વારા બીજા ડોઝ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આજે ૨૧૬ જેટલા વિદ્યાર્થીઓએ રસી મુકાવી હતી. વિદ્યાર્થીઓએ પ્રથમ ડોઝ લીધો હોય અને બીજા ડોઝ માટે તેઓને સરળતાથી રસી મળી જાય તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીએમસી ની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. તેમાં ૨૧૬ જેટલા વિદ્યાર્થીઓએ આજે રસી મુકાવી હતી.

જેમને કોરોના રસીનો બીજો ડોઝ મળવાનું હજી વાર લાગે એમ છે પરિસ્થિતિ જોતા મુખ્યમંત્રીએ વિદેશ અભ્યાસ જનારા વિદ્યાર્થીઓ માટે ઝડપથી અને અલગથી રસી મળે તે માટે રસીકરણ કૅમ્પ યોજશે તેવી જાહેરાત કરી હતી. જેના પગલે પાલિકાએ વિદેશ જનાર વિદ્યાર્થીઓએ તેમના ડોક્યુમેન્ટ વીએમસીના ઓનલાઇન રજીસ્ટ્રેશનના આધારે મહાનગર પાલિકાએ વિદ્યાર્થીઓ માટે બીજા ડોઝની વ્યવસ્થા દિવાળીપુરા નવીન કોર્ટ ની બાજુમાં ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ ખાતે હાથ ધરી હતી.

જે દરમિયાન પાલિકાના પદાધિકારીઓએ પણ પાલિકા સેન્ટરની મુલાકાત લીધી હતી. જેમાં આજે ૨૧૬ જેટલા વિદ્યાર્થીઓએ રસી મુકાવી હતી બીજા વિદ્યાર્થીઓ માટે થોડાક દિવસમાં રસીનો કેમ્પ મહાનગર પાલિકા યોજાશે. મીનીમમ 100 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યા બાદ પાલિકા રસીકરણના સ્લોટ ખુલ્લા મૂકશે.

Most Popular

To Top