સાપુતારા : ડાંગ જિલ્લામાં અજીબ ઘટના બની છે. ચાલુ લકઝરી બસની બારીમાંથી ઉલટી કરવા જતાં વૃદ્ધ મહિલા બહાર ફેંકાઈ ગઈ હતી. જેની જાણ લકઝરી બસમાં બેઠેલા અન્ય મુસાફરોને, કંડક્ટર કે ચાલકને કોઈને થઈ ન હતી. ડાંગનાં સેવાભાવી લોકો દ્વારા મહિલાને 108 મારફતે આહવા સિવિલમાં સારવાર માટે દાખલ કરાવી હતી. સોશિયલ ગ્રુપ ( social group) નાં વોટ્સએપ ( whatsapp) ઉપર આ મહિલાનાં ફોટો વાઇરલ ( photo virul) થતાં થોડા જ કલાકમાં તેઓનાં પરિવારજનોને જાણ થતાં ડાંગમાં દોડી આવ્યા હતાં.
પ્રાપ્ત વિગતો અનુસાર, મહારાષ્ટ્રથી વાયા ચીંચલી ગામ થઈ સુરત જઇ રહેલી લકઝરી બસમાં શનિવારે સવારનાં 3 વાગ્યાનાં અરસામાં ચીંચલી ઘાટ માર્ગમાં મહિલા લકઝરી બસની બારીમાંથી ફેંકાઈ ગઈ હતી. લકઝરી બસમાં મુસાફરી કરી રહેલી માલેગાંવની રહીશ કૌસરબેન મુનાફભાઈ શેખને ઉલટી આવતા આવવા લાગી હતી. તેઓ બારીમાંથી ઉલટી કરવા જતાં પોતાનું મોઢુ અને અર્ધું શરીર બહાર કાઢયું હતું. લકઝરી બસ ઘાટમાર્ગમાં હોવાનાં કારણે આ મહિલા અચાનક બસની બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જોકે આ ઘટના અંગેની જાણ લકઝરી બસમાં બેસેલા મુસાફરો, કંડકટર તેમજ બસનાં ડ્રાઈવરને પણ થઈ ન હતી. આ લકઝરી બસ સુરત પહોંચી ગઈ જ્યાં આ મહિલાની જગ્યાએ ફક્ત તેના ચપ્પલ મળી આવ્યા હતા.
આ ઘટનાની જાણ લકઝરી બસનાં તમામ લોકોને થતા અચરજમાં મુકાઈ ગયા હતા. આ મહિલા જે જગ્યાએ પડી ગઈ હતી તે જગ્યાએથી ડાંગનાં સેવાભાવી સામાજિક કાર્યકર એવા નાંદનપેડા ગામનાં ઝાકીર શબ્બીર વાની હાફેજી ગફુરવાની તથા ઉમર ફારૂક જાકીર વાનીએ આ મહિલાને તુરંત જ 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરી સારવારનાં અર્થે આહવા સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વધુમાં આ મહિલાનાં ફોટો વોટ્સએપ ઉપર વાઇરસ થતાં તેમના પરિવારજનો આહવા સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બાદમાં આ મહિલાને પોતાનો દીકરો લેવા આવતા સુખદ અંત આવ્યો હતો..