National

ભારતના પ્રવાસે આવેલી સ્પેનિશ મહિલા ગેંગ રેપનો શિકાર બની, પીડિતા બાઇક ચલાવી ઇલાજ માટે પહોંચી

ઝારખંડ: વિદેશથી ભારત (India) ફરવા આવેલી (Tourist) મહિલા પર સામૂહિક બળાત્કારની (Rape) ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના ઝારખંડમાં (Jharkhand) બની હતી. પીડિત મહિલા તેના પતિ સાથે ઝારખંડના દુમકા પહોંચી હતી. ત્યારે લગભગ 8-10 આરોપીઓએ તેણી ઉપર દુષ્કર્મ (Gang Rape) આચર્યું હતું.

મળતી માહિતી મુજબ આ મામલો હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુરુમહાતનો છે. અહીં સ્પેનની એક મહિલા મુલાકાત લેવા આવી હતી. તેમજ આ ઘટના ગત શુક્રવારે રાત્રે બની હોવાનું કહેવાય રહ્યું છે. દરમિયાન મહિલાનો પતિ પણ તેની સાથે હતો. તેઓ બાઇક પર ભાગલપુર તરફ નીકળ્યા હતા. તેમજ ઘટના બાદ પીડિતા પોતે તેના પતિ સાથે બાઇક પર બેસીને સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં ડોક્ટરોએ પીડિતાને હોસ્પિટલમાં દાખલ કરી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પતિ-પત્ની વિદેશથી ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા. દંપતિ સ્પેનથી સૌ પ્રથમ પાકિસ્તાન ગયા હતા. ત્યાર બાદ તેઓ પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને પછી બાંગ્લાદેશ થઈને તે ઝારખંડના દુમકા પહોંચ્યુ હતું. અહીં આ લોકો દુમકાના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંજી ગામમાં તંબુઓમાં રોકાયા હતા.

ઝારખંડથી કપલ નેપાલ જવાનું હતુ. જ્યારે મહિલા ટેંટમાં હતી ત્યારે જ આઠ દસ લોકો ત્યાં પહોંચે હતા. તેમજ મહિલા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યાર બાદ વિદેશી મહિલાને પોલિસ એસ્કોર્ટ સાથે દુમકા સદર હોસ્પિટલ લાવવામાં આવી હતી. પરંતુ પીડિત મહિલા તેણીના પતિ સાથે બાઇક ચલાવી દુમકા હોસ્પિટલ પહોંચી હતી. ઘટનાની ગંભીરતા સમજી એસપી પીતાંબર સિંહ ખેરવાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ ત્યાં તપાસ હાથ ધરી હતી. તેમજ પોલિસે સમગ્ર મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે અને આગળની પૂછતાછ હાથ ધરી છે.

હાલ પોલિસે પીડિતાની ફરિયાદ ઉપર કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. તેમજ પોલિસે ત્રણની ધરપકડ કરી પૂછતાછ હાથ ધરી છે. તેમજ પીડિતાની સરૈયાહાટ સીએચસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યા તેણીનો ઇલાજ ચાલી રહ્યો છે. હાલ પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. આ સાથે જ વિદેશી મહિલા સાથે ગેંગરેપના મામલામાં વિપક્ષએ સદનમાં મુદ્દો ઉઠાવ્યો છે. તેમજ હંગામાની વચ્ચે સદનને 12 વાગ્યા સુધી સ્થગીત કરવામાં આવી હતી.

Most Popular

To Top