બિઝનેસમેન એલન માસ્ક (Elon musk)ની કંપની સ્પેસએક્સ (Space X)એ તેના પ્રથમ સર્વ-નાગરિક ક્રૂ (All civilian crew)ને અવકાશમાં મોકલ્યા હતા. અને આ રીતે માનવ ઇતિહાસ (History) રચવામાં આવ્યો હતો. સાથે જ એક નવી શરૂઆત પણ કરવામાં આવી છે..
કંપનીએ પ્રથમ વખત (first time) ચાર સામાન્ય લોકોને અવકાશમાં મોકલ્યા છે. સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ ફ્લોરિડા (florida)ના કેનેડી સ્પેસ સેન્ટર પરથી બુધવારે રાત્રે ચાર અવકાશ પ્રવાસીઓ (passengers)ને લઈને ઉડાન ભરી હતી. આ પ્રથમ વખત છે જ્યારે સામાન્ય લોકો અવકાશની મુલાકાત લેવા માટે બહાર ગયા છે. તમને જણાવી દઈએ કે જ્યારે આકાશમાં રોકેટ (Rocket)ના નવ એન્જિન સવારે 8:02 વાગ્યે પૃથ્વી (earth) પરથી દૂર લઈ જઈ રહ્યા હતા ત્યારે આકાશ આગના મોટા દડાથી પ્રગટતું હતું. અને જોત-જોતામાં ઓલ સિવિલિયન અવકાશની ભ્રમણ કક્ષામાં એક અદભુત મુસાફરી કરવા નીકળી પડ્યા હતા.
લગભગ 12 મિનિટ પછી, જ્યારે ક્રૂ ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું, ડ્રેગન કેપ્સ્યુલ રોકેટના મોકલવાના સ્ટેજથી અલગ થઈ ગયું, અને ફરીથી વાપરી શકાય તેવું પ્રથમ સ્ટેજ ઉતરાણ કરવા પૃથ્વી તરફ પાછું ફર્યું હતું. આ ફ્લાઇટની કમાન 38 વર્ષના અબજોપતિ જેરેડ આઇઝેકમેનના હાથમાં હતી, તેમણે આ પ્રસંગે કહ્યું કે કેટલાક પહેલા ગયા છે, ઘણા હવે અનુસરશે. એટલે કે, ઘણા હવે જશે. આ પેસેન્જર 575 કિમી ઉપર પૃથ્વીની કક્ષામાં રહેશે. તે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક કરતા વધારે ઊંચાઈ પર સ્થિત છે. ગ્રહની આસપાસ ત્રણ દિવસ ફર્યા પછી, આ ચાર અમેરિકન લોકો ફ્લોરિડાના કિનારે ઉતરશે. ત્યારે ઇતિહાસમાં નામ અંકિત કરશે અને પ્રથમ સામાન્ય માણસ અવકાશયાત્રી બનશે.
તેના લોન્ચ પહેલા, નાસાના બિલ નેલ્સને ટ્વિટ કર્યું હતું કે #ઇન્સ્પિરેશન 4 લોન્ચ આપણને યાદ અપાવે છે કે જ્યારે આપણે ખાનગી ઉદ્યોગ સાથે ભાગીદારી કરીએ ત્યારે શું પ્રાપ્ત કરી શકાય છે. આ મુલાકાત પછી, એક યુગ શરૂ થશે જેમાં સરકાર દ્વારા અવકાશમાં કરવામાં આવતા પ્રોજેક્ટ્સ સિવાય, અવકાશની દુનિયામાં રસ ધરાવતા સામાન્ય લોકો તેમની મુસાફરીની વ્યવસ્થા કરી શકશે. એલન મસ્કની કંપની સ્પેસએક્સ સ્પેસ ટુરિઝમની દુનિયામાં ઘણું આગળ વધવાનું વિચારી રહી છે. આ સફરમાં હેઝલી આર્કાનો સાથે ઇસાકમેન પણ છે.
હેલી એક કેન્સર સર્વાઈવર છે. તે હોસ્પિટલમાં ફિઝિશિયન આસિસ્ટન્ટ છે. આ સાથે, અમેરિકન એરફોર્સના પાયલોટ ક્રિસ સેમ્બ્રોસ્કી અને સીન પ્રોક્ટર પણ આ પ્રવાસમાં ગયેલા લોકોમાં સામેલ છે. સીન ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર છે.