નવીદિલ્હી: ચૂંટણી પંચે સપા અધ્યક્ષ (SP President) અખિલેશ યાદવને (Akhilesh Yadav) નોટિસ (Notice) પાઠવીને તેમના દ્વારા લગાવવામાં આવેલા આરોપના પુરાવા માંગ્યા છે. આયોગે કહ્યું કે સપા અધ્યક્ષે 10 નવેમ્બર સુધી આ સંબંધમાં પુરાવા આપવાના રહેશે ગત .29 સપ્ટેમ્બરે અખિલેશ યાદવે આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચે ભાજપના પેજ પ્રમુખોની સૂચનાથી દરેક વિધાનસભા મત વિસ્તારમાંથી 20 હજાર યાદવ-મુસ્લિમ મતદારોના નામ કાઢી નાખ્યા છે. કેટલાક લોકોને તો એક બૂથથી બીજા બૂથમાં ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા.અખિલેશ યાદવે કહ્યું હતું કે, યુપીમાં બનેલી સરકાર લોકો દ્વારા બનાવવામાં નથી આવી. આ સરકાર છીનવી લેવામાં આવી છે. યુપીમાંબનેલી સરકાર લોકોએ બનવેલી નથી આ સરકારને આંચકી લેવામાં આવી છે.
અશોક સિંહને શ્રદ્ધાંજલિ આપવા બારાબંકી પહોંચ્યા અખિલેશ યાદવ
પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે પૂર્વ કેબિનેટ મંત્રી અરવિંદ સિંહ ગોપના ભાઈ અને પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ અશોક સિંહના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સ્વ.અશોક સિંહના ચિત્રને શ્રદ્ધાંજલિ આપી હતી અને અરવિંદસિંહ ગોપે અને તેમના પરિવારને સાંત્વના આપી હતી.અખિલેશ યાદવ આવતા જ પૂર્વ મંત્રી અરવિંદ સિંહ ગોપે ભાવુક થઇ ગયા હતા. આના પર પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે તેમનો હાથ પકડીને કહ્યુ કે તેમના દુઃખની ઘડીમાં આખી સમાજવાદી પાર્ટી તેમની સાથે છે. આ પ્રસંગે એસપીના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી સહિત જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.