ગાજીપુર: ગાઝીપુર (Ghazipur) જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કુસામ્હી કલા પુલિયા પાસે આ ઘટના બની હતી. સપાના નેતા (SP leader) બાળકોની ફી જમા કરાવીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન અગાઉથી જ તેમના પર વોચ કરી રહેલા બદમાશોએ (Scoundrels) તેમને ગોળી મારી (Murder) દીધી હતી. તેમજ આસપાસના લોકોએ અવાજ સાંભળ્યો ત્યાં સુધીમાં બદમાશો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ આજે બુધવારે ગાઝીપુર જિલ્લાના નંદગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુસામ્હી કાલા પુલિયા પાસે બુલેટ સવાર સપા નેતાની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. નેતા પોતાના બાળકોની ફી લેવા માટે શાળાએ ગયા હતા. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામલોકો મૃતદેહ લઈને શાદિયાબાદ ચારરસ્તા પર પહોંચ્યા અને રસ્તા ઉપર ચક્કાજામ કરી દીધો હતો. થોડા સમય પછી તેઓ મૃતદેહ સાથે રામપુરના બંતારા તિરાહા પહોંચ્યા હતા. તેમજ આરોપીઓની ધરપકડની માંગ સાથે લોકો રોડ બ્લોક કરવા લાગ્યા હતા. પોલીસે ગ્રામજનો અને પરિવારજનોને સમજાવવાના પ્રયાસો ચાલુ રાખ્યા હતા, પરંતુ પ્રજાનો તેમની માંગણીઓ સાથે વિરોધ ચાલુ રહ્યો હતો.
આ છે સમગ્ર મામલો
અતસુઆ ગામના રહેવાસી અને SP નેતા અમલધારી યાદવ (40) તેમના પરિવાર સાથે શહેરના ભુતિયાતંડની શિવપુરી કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. સવારે તેઓ સેન્ટ જોન્સ સ્કૂલમાં બાળકોની ફી લેવા માટે ગયા હતા. ત્યાંથી તે બુલેટ દ્વારા આતસુઆ સ્થિત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ કુસામ્હી કાલા ગામના પુલ પાસે પહોંચ્યા હતા. જ્યારે બદમાશોએ તેમને ગોળી મારી દીધી.
હત્યા કર્યા બાદ આરોપીઓ નાસી ગયા હતા. દરમિયાન ગોળીનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ અમલધારી યાદવને સારવાર માટે નવી પીએચસીમાં લાવ્યા હતા. જ્યાંથી તબીબોએ તેને સૈયદપુર સીએચસીમાં રીફર કર્યા હતા. તેમજ તેમની હાલત ગંભીર બનતા સીએચસીના ડોકટરોએ તેને વારાણસી રીફર કર્યા હતા. અરીહર પહોંચતા જ અમલધારી યાદવનું અવસાન થયું હતું.
ઘટના બાદ પરિવારના સભ્યો અને ગ્રામજનો મૃતદેહ લઈને શાદિયાબાદ પહોંચ્યા હતા અને રસ્તો બ્લોક કર્યો હતો. પોલીસે ઘણી સમજાવટથી લાશનો કબ્જો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને સફળતા સાંપડી ન હતી. ત્યાર બાદ ગ્રામીણો મૃતદેહ લઈને રામપુર બંટારા ચારરસ્તા પાસે પહોંચ્યા અને વારાણસી-ગાઝીપુર રોડ બ્લોક કરી દીધો. તેમજ આરોપીઓની ધરપકડની માંગ પર અડગ રહ્યા હતા.