દક્ષિણનાં રાજ્યો અને એની રાજનીતિ જરા જુદી હોય છે અને કર્ણાટકને છોડો તો અહીં ભાજપ નબળો છે અને કોંગ્રેસની દશા પણ સારી નથી. અહીં પ્રાદેશિક પક્ષોનું રાજ ચાલે છે અને આ રાજ્યો પોતાની ભાષા ને સંસ્કૃતિને બહુ ચાહે છે. આ રાજ્યોમાં લોકપ્રિય યોજનાઓ જેને નરેન્દ્ર મોદી રેવડી કહે છે એનું ચલણ સૌથી વધુ છે. નવી શિક્ષણ નીતિનો આ રાજ્યોએ ભાષાને મુદે્ વિરોધ કર્યો છે અને હવે સીમાંકનના મુદે્ વિરોધ શરૂ થયો છે.
સીમાંકન અત્યાર સુધી થતું આવ્યું છે એ જ રીતે હવે થાય તો દક્ષિણનાં રાજ્યોને નુકસાન થવાની ભીતિ છે. જો કે, દક્ષિણનાં રાજ્યોના વિરોધ પછી ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, આ ડર ખોટો છે, કોઈ રાજ્યને અન્યાય નહિ થાય. તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલીને આ મુદે્ આગેવાની લઇ વિપક્ષોને એક કરવાનું કામ કર્યું છે. આ રાજ્યો જે દલીલ કરે છે એમાં દમ તો છે. કારણ કે, નવી વસતી ગણતરી જે થઇ નથી અને ક્યારે થશે એ પણ જાહેર થયું નથી પણ ૨૦૨૬માં સીમાંકન થવાનું છે તો વસતીના નવા આંકડા મુજબ એટલે કે ૨૦૧૧ની વસતી ગણતરી ધ્યાનમાં લેવાશે એવું માનવામાં આવે છે અને એ મુજબ રાજ્યોની વસતીને ધ્યાનમાં લેવાય તો ઉત્તર ભારતનાં રાજ્યોની બેઠકો ખાસ્સા પ્રમાણમાં વધશે અને દક્ષિણનાં રાજ્યોને કોઈ ઝાઝો લાભ નહિ થાય. આ કારણે કેન્દ્રમાં આ રાજ્યોનું વર્ચસ્વ ઘટશે અને કેન્દ્રીય યોજનાઓનો લાભ ને આર્થિક જોગવાઈઓમાં નુકસાન થશે.
દેશમાં અત્યાર સુધીમાં ત્રણ વાર સીમાંકન થયું છે. ૧૯૫૨માં પહેલી વાર અને પછી ૧૯૭૩માં. ત્યારે લોકસભાની બેઠકો ૫૪૩ થઇ અને પછી ૨૦૦૨નું સીમાંકન થયું પણ બેઠકોમાં બદલાવ થયો નહોતો કારણ કે, સરકાર ઇચ્છતી હતી સંતતિ નિયમન અંગે બધાં રાજ્યો અસરકારક અમલ કરે. આ કારણે વિસ્તારોમાં બદલાવ થયેલો પણ બેઠકો જેમની તેમ રહી હતી. ૨૦૧૧માં વસતી ગણતરી થઇ પણ એ પછી ૨૦૨૧માં ના થઇ. કોરોના નડી ગયો.
પણ એ પછી ય આ ગણતરી કેમ થતી નથી એ મુદે્ સરકાર ગળે ઊતરે એવો ખુલાસો કરતી નથી. એટલે કે ૨૦૨૬માં સીમાંકન થાય તો ૨૦૧૧ની વસતી ગણતરીને ધ્યાનમાં લેવાશે. અત્યારે સરેરાશ એક લોકસભા બેઠક વિસ્તારમાં ૧૦.૧૧ લાખની વસતી છે. એ અનુપાત મુજબ જ નવું સીમાંકન થાય તો યુપીની બેઠકો વધી ૨૫૦ થઇ જશે અને બિહારની ૧૬૯ અને તમિલનાડુની ૭૨ અને કેરળની ૩૬. પણ બેઠક દીઠ વસતી વધારવામાં આવે તો કેરળનાં રાજ્યોને ઉત્તર ભારતનાં રાજ્યોની સરખામણીએ કોઈ ઝાઝો ફાયદો નહિ થાય.
આ કારણે દક્ષિણનાં રાજ્યો વિરોધ કરી રહ્યાં છે. એમની દલીલ સાચી છે કે, એમણે સંતતિનિયમન કર્યું છે. આ રાજ્યો પ્રગતિશીલ રહ્યાં છે. એનું એમને ઇનામ મળવું જોઈએ એના બદલે અન્યાય થશે. પણ સીમાંકન વસતીના આધારે થાય એવી એમને ભીતિ છે એટલે સ્ટાલીન અને આંધ્રના મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુ એમનાં રાજ્યોની જનતાને કહે છે કે, વધુ બાળકો પેદા કરો. નવવિવાહિતોને અનુરોધ કરાયો છે કે, તેઓ જલદી બાળકો પેદા કરે. એક વાત નક્કી છે કે, દેશની વસતી ૧૪૦ કરોડનો આંકડો વટાવી ગઈ છે અને એ રીતે લોકસભાની બેઠકો ૬૪૩ થી વધી ૭૫૩ થઈ શકે છે. આ મુદે્ કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી સ્પષ્ટતા થવી જરૂરી છે નહિ તો વધુ એક વખત ઉત્તર અને દક્ષિણનાં રાજ્યો આમનેસામને આવી જશે.
યુપી સરકારને ફરી ફિટકાર
સુપ્રીમ કોર્ટે ફરી એક વાર યુપી સરકારની ડીમોલીશન નીતિની આકરી ટીકા કરી છે. પ્રયાગરાજમાં મુસ્લિમ પરિવારનાં મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ મુદે્ હાઈકોર્ટે અરાજકતાના પક્ષમાં ચુકાદો આપ્યો નહોતો અને સુપ્રીમ કોર્ટમાં મામલો પહોંચ્યો અને બેન્ચે જે ફિટકાર કર્યો છે એ યુપી સરકારે કાને ધરવા જેવો છે. યુપીમાં ડીમોલીશન મોટા પાયે થયું છે, થઇ રહ્યું છે. ગેરકાયદે બાંધકામો દૂર થવાં જ જોઈએ પણ એ એક ધર્મવિશેષ માટે જ ના બને એ જોવું જરૂરી છે. એટલું જ નહીં કોર્ટે ભારપૂર્વક કહ્યું છે કે, કાયદાની પ્રક્રિયાને તો અનુસરો. તમે નોટીસ જે તે ઘરના દરવાજે લગાડી દો અને બીજા દિવસે ડીમોલીશન કરી નાખો તો અસરગ્રસ્તને ન્યાય માટે કોઈ સમય જ મળતો નથી. કોર્ટે કહ્યું છે કે, આ નહિ ચાલે, તમારે પાડેલાં ઘરો બનાવી આપવાં પડશે.
ગેરકાયદે બાંધકામો સામે આકરાં પગલાં લેવાય એ જરૂરી જ છે. પણ એ માટે કાયદાની ઐસીતૈસી થાય એ બરાબર નથી અને મોટા ભાગે એવું જ જોવા મળ્યું છે કે, વગ ધરાવનારાં લોકોનાં બાંધકામો સામે પગલાં લેવાતાં નથી. એમને પૂરતો સમય પણ આપવામાં આવે છે અને એય સાચું છે કે, કાયદાની પ્રક્રિયામાં આવા કેસ વિલંબમાં પડે છે. પણ સરકાર કોઈ પણ હોય, એમણે નીતિ બધા માટે એકસરખી રાખવી જોઈએ.
કેજરીવાલ કે વીઆઈપી મહારાજા?
દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ કેજરીવાલની સમસ્યા ઓછી થઇ નથી. એક તો ચૂંટણી હાર્યા, પોતે પણ હાર્યા અને સત્તા પણ ગઈ. એમના શીશમહેલનો પર્દાફાશ થયો છે અને કેગ અહેવાલ કે જે એમણે દબાવી રાખેલો એ વિધાનસભામાં રજૂ થયો છે અને એમાં કેજરીવાલ સરકારની ઘણી બધી ટીકાઓ છે. હવે પંજાબમાં કેજરીવાલ શાંતિ માટે વિપશ્યના શિબિરમાં ગયા અને ત્યાં એમને ઠાઠમાઠ હતો એ ટીકાને પાત્ર બને એ સ્વાભાવિક છે. લેન્ડર ક્રુઝર ગાડીમાં એ સ્થળ પર પહોંચ્યા અને એમની સાથે ૧૦૦ જેટલી ગાડીનો કાફલો હતો. પંજાબ સરકારે આ વ્યવસ્થા કરી હતી.
ભાજપે તો એવી ટીકા કરી કે, આવો કાફલો તો ઓંજાબ્ના મુખ્યમંત્રીનો પણ નથી હોતો અને શાંતિ મેળવવા જવાનું હોય ત્યાં આવો તામઝામ શા માટે? આ ટીકા સાચી છે. એક વાર કેજરીવાલ વેગન આરમાં ફરતા હતા. સાદગી એમનું ઘરેણું હતું પણ પછી બધું બદલાયું. સરકારી આવાસો તો વાપર્યા પણ એને આલીશાન બનાવાયા. આ કારણે એમની વગોવણી થાય એ સ્વાભાવિક છે. કેજરીવાલે આવા દેખાદાહી બચવું પડશે. એમને દિલ્હીમાં પૂર્વ મુખ્યમંત્રી હોવાના નાતે મળતી સગવડો પણ ઓછી કરવા ભાજપે માંગણી કરી છે.
કૌશિક મહેતા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.