સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્રતિદિન હજારો દર્દીઓ સર્જરી, મેડિસિન, ઔપિડિક (હાડકા) સહિતના વિભાગોમાં સારવાર લેવા માટે આવતા હોય છે. દર્દીઓને વધુમાં વધુ ફાયદો થાય તે માટે ડોક્ટર્સ તેમજ તંત્ર દ્વારા પણ તમામ પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે હવે મહત્વની વાત એ છે કે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ બોન (હાડકું) ટીસ્યુ બેંક સ્મીમેર હોસ્પિટલ ખાતે શરૂ થવા જઈ રહી છે.
આ બેન્ક શરૂ થયા બાદ ખાસ કરીને હાડકાંના કેન્સર તેમજ એક્સીડેન્ટ બાદ ફ્રેક્ચરને કારણે રહી ગયેલા ગેપ વાળા દર્દીઓને ફાયદો થશે અને તેમની માટે આ બોન બેન્ક આશીર્વાદ સમાન નીવડશે.
સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વડા ડો.જનક રાઠોડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આઈ બેંક (આંખ), બ્લડ બેંકથી સૌ કોઈ વાકેફ છે. આ પ્રકારની બેંકોના નામ પણ બધાએ સાંભળ્યું જ હશે. જોકે આ સિવાય બોન એટલે કે હાડકાનું બેન્ક પણ હોય છે. આ બોન બેન્ક આગામી મહિનાઓમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ બોન બેન્ક માટે સ્મીમેરની પસંદગી કરાઈ છે. સ્મીમેર હોસ્પિટલના ત્રીજા માળે પ્રાયોગિક ધોરણે આ બેન્ક શરૂ કરાશે. તે માટે જરૂરી તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
વધુમાં ડો.રાઠોડે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં આ પ્રથમ બેન્ક બેંક રહેશે. હાડકાંના કેન્સર વાળા દર્દીઓ તેમજ એક્સીડન્ટને કારણે હાડકામાં ગેપ થઈ ગયું હોય તથા જુના નહી જોડાયેલા હાડકાં, ફ્રેક્ચર સહિતના દર્દીઓ માટે આ બોન બેંક ફાયદાકારક નીવડશે.
જરૂરી લીગલ પ્રોસેસ થકી રેલવે અકસ્માત કે અન્ય કોઈ અકસ્માતમાં મૃતકના જે પણ અંગો વેસ્ટ થતા હોય તેવા અંગોમાંથી હાડકું લઈને તેને ફીજ કરવામાં આવશે. ફ્રીજની કરવાની વ્યવસ્થા પણ બોન બેંકમાં રહેશે. જ્યારે પણ જે દર્દીને હાડકાંની જરૂરિયાત રહેશે ત્યારે ફ્રીજ કરેલા હાડકાં ઉપલબ્ધ કરાવામાં આવશે અને દર્દીનો જીવ બચાવવામાં આવશે.
ડોક્ટર રાઠોડે જણાવ્યું હતું કે એ બોન બેન્ક શરૂ કરવાની સાથી સાથે અવૈયરનેસના પ્રોગ્રામ પણ કરવામાં આવશે. ખાસ જે પેશન્ટનું ગોળાનું ઓપરેશન થયું હોય અને તેને ફેંકી દેવામાં આવતું હોય તેમને સમજાવવામાં આવશે કે કઈ રીતે તે કામ લાગશે વિગેરે. તેમની સંમતિ લઈને અને લીગલ પ્રોસેસ કરી વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવશે. આ સિવાય ટ્રેન અકસ્માતના કેસોમાં પણ જે અંગો વેસ્ટ થઇ જતા હોય છે તેને પણ કામમાં લેવામાં આવશે સાથે જ મોટી હોસ્પિટલ અને ડોક્ટરો સાથે સર્કલ બનાવીને ત્યાં આ પ્રકારના ગોળાના ઓપરેશન થતા હોય તેને ઉપયોગમાં લેવા અંગે વાત કરવામાં આવશે.
ડો. જનક રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં બોન બેંક શરૂ કરવા માટેની જરૂરી તૈયારીઓ ચાલી રહી છે, તે પહેલા ઓર્થોપેડિક વિભાગના ડોકટરો ટાટા મેમોરિયલ હોસ્પિટલની મુલાકાત લેશે, ત્યાંના અનુભવી ડોક્ટર્સ સાથે મુલાકાત કરી તેમનું ગાઈડન્સ લેવામાં આવશે. તેમજ ત્યાં લગાવવામાં આવેલી મશીનરીની વિઝીટ કરવામાં આવશે અનુભવી રેક્ટર્સનું માર્ગદર્શન લઈ પછી સ્મીમેર ખાતે આ બેન્ક શરૂ કરવામાં આવશે.એટલું જ નહી પણ ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરો દ્વારા પણા વર્ષોથી આ વિષય ઉપર કામ કરવામાં આવી રહ્યો હતો. અભ્યાસ ચાલુ હતું અને આખરે સફળતા મળી ગઈ છે.