ખેરગામ: (Khergam) નવસારી અને વલસાડ જિલ્લામાં (Navsari Valsad District) ભૂકંપના આંચકા આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ફરી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ત્રણ જેટલા ગામમાં 1.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા ગ્રામજનો ગભરાઈ ગયા હતા. દક્ષિણ ગુજરાતમાં અવાર નવાર ભૂકંપના (Earthquake) આંચકા નોંધાતા રહ્યા છે. છેલ્લા બે મહિનામાં નવસારી અને વલસાડ જિલ્લામાં ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લાના ખેરગામ તં આવેલા જામનપાડા, કાકડવેરી અને તોરણવેરા સહિતના ગામમાં છેલ્લા ત્રણેક દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાનું ગામના આગેવાનોએ જણાવ્યું હતું. ગતરાત્રીએ દોઢેક વાગ્યાની આજુબાજુ લોકો ઊંઘમાં સુતા હતા તે દરમ્યાન અચાનક જ ભૂકંપનો આંચકો આવતા લોકોએ ધ્રુજારી અનુભવી હતી. જેને લઈ ગામલોકો ભયભીત થયા હતા. કેટલીક જગ્યા એ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. લોકોનું કહેવું છે કે અહીં ત્રણ દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.
- ભૂકંપનું કેન્દ્ર વલસાડ જિલ્લાથી 21 કિલોમીટર દૂર નોંધાયું : મધ્ય રાત બાદ બપોરે પણ ધરા ઘ્રુજી
- મધ્ય રાત્રે 1.30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવતા કેટલાક લોકોની ઊંઘ ઉડી ગઈ, ઘરના બહાર દોડી આવ્યા
ત્રણેક દિવસથી આંચકા અનુભવાઈ રહ્યા હતા: તોરણવેરા અને કાકડવેરી ગામમાં ગભરાટ
તોરણવેરા ગામના મહિલા સરપંચના પતિ અરુણભાઈ પટેલ, કાકડવેરી ગામના અગ્રણી બીપીનભાઈ ગરાસિયાના જણાવ્યા મુજબ ત્રણેક દિવસથી આંચકા અનુભવાઈ રહ્યા હતા. ગતરાત્રીએ તો અમે ઊંઘમાં હતા અને ભૂકંપનો આંચકાનો અનુભવ થયો હતો. આ મામલે જાણ કરતા મામલતદાર, ટીડીઓ સહિતની ટીમ ગામની મુલાકાતે પહોંચ્યા હતા. 1.08ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડ જિલ્લાથી ૨૧ કિલોમીટર દૂર નોંધાયું હતું.
રાત્રે બેડ હલતો હોય તેવું લાગ્યું હતું: વાંસદાની મહિલાએ જણાવતા મામતલદારને ગામની મુલાકાત લીધી
આ અગાઉ વાંસદા તાલુકામાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. સુમિત્રબેન ગરાસિયાના જણાવ્યા રાત્રે લગભગ દોઢ વાગ્યે અચાનક ધ્રુજારી જેવો આંચકો અનુભવ્યો હતો. બેડ હલતો હોય એવું લાગતા અમે ઉઠી ગયા હતા. સવારે 11 વાગ્યાની આજુબાજુ પણ ફરીથી આંચકો અનુભવાયો હતો. અમે મામલતદારને જાણ કરતા તેઓ ગામની મુલાકાતે આવ્યા હતા. જોકે ગ્રામજનોને અફવાથી દૂર રહેવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.