Sports

ભારત સામેની સિરિઝ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, વન ડેમાં આ ધુરંધરને સોંપાયું નેતૃત્વ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) હવે દક્ષિણ આફ્રિકાના (SouthAfrica) પ્રવાસે (Tour) જવાની છે. ભારતે દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં ત્રણ ટી20, ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચ રમવાની છે. ભારતે આ ત્રણેય ફોર્મેટની શ્રેણી માટે ટીમની જાહેરાત પહેલા જ કરી દીધી હતી. હવે યજમાન દક્ષિણ આફ્રિકાએ પણ ભારત સાથે સ્પર્ધા કરવા માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.

ભારત સામેની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ટેમ્બા બાવુમા (TembaBavuma) અને ઝડપી બોલર કાગીસો રબાડા (KagisoRabada) આરામ આપવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એડન માર્કરામ T20 ઉપરાંત વનડે શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાની ટીમનું સુકાન સંભાળશે. બાવુમા અને રબાડાને ટેસ્ટ સીરીઝ માટે ટીમમાં ચોક્કસપણે જગ્યા મળી છે. બાવુમા ટેસ્ટમાં ટીમની કેપ્ટનશિપ પણ કરશે.

ટેસ્ટ શ્રેણીની તૈયારીઓને કારણે ગેરાલ્ડ કોએત્ઝી, માર્કો જેન્સેન અને લુંગી એનગિડી માત્ર પ્રથમ બે T20 મેચો માટે જ ઉપલબ્ધ રહેશે. ખાસ વાત એ છે કે બેટ્સમેન ટ્રીસ્ટન સ્ટબ્સ, ડેવિડ બેડિંગહામ અને ફાસ્ટ બોલર નાન્દ્રે બર્જરને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. વિકેટકીપર કાયલ વેરે અને ઝડપી બોલર લુંગી એનગિડી બંને ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે, જ્યારે હેનરિક ક્લાસેન ટેસ્ટ ટીમનો ભાગ નથી. બીજી તરફ ફાસ્ટ બોલર એનરિક નોર્સિયા ઈજાના કારણે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

દક્ષિણ આફ્રિકાની T20 ટીમ: એડન માકરમ, ઓટનીલ બાર્ટમેન, મૈથ્યુ બ્રીત્ઝકે, નાંદ્ર બર્ગર, ગેરાલ્ડ કોએત્જી, ડોનોવન ફરેરા, રિઝા હેંડ્રિક્સ, માર્કો જાનસેન, હેનરિક કલાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, એંડિલે ફેહલુકવાયો, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, લિજાદ વિલિયમ્સ

દ.આફ્રિકાની વન ડે ટીમ: એડન માકરમ (કેપ્ટન), એટનીલ બાર્ટમેન, મૈથ્યુ બ્રીત્ઝકે, નાંદ્રે બર્ગર, ટોની ડી જોરજી, રીઝા હેંડ્રિક્સ, હેનરિક કલાસેન, કેશવ મહારજ, મિહલાલી મપોંગવાના, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, એંડિલે ફેહલુકવાયો, તબરેજ શમ્સી, રસ્સી વેન ડર ડુસેન, કાઈલ વેરેને, લિજાડ વિલિયમ્સ

દ.આફ્રિકાની ટેસ્ટ ટીમ: ટેમ્બા બાવુમા (કેપ્ટન), ડેવિડ બેડિંગમ, નાંદ્રે બર્ગર, ગેરાલ્ડ કોએત્જી, ટોની ડી જોરજી, ડીન એલ્ગર, માર્કો જાનસેન, કેશવ મહારાજ, એડેન માર્કરમ, વિયાન મુલ્ડર, લુંગી એનગિડી, કીગન પીટરસન, કગિસો રબાડા, ટ્રિસ્ટન સ્ટબ્સ અને કાઈલ વેરેને.

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું સમયપત્રક: 10 ડિસેમ્બર 1લી T20, ડરબન 12 ડિસેમ્બર, બીજી T20, પોર્ટ એલિઝાબેથ 14 ડિસેમ્બર, ત્રીજી T20, જોહાનિસબર્ગ 17 ડિસેમ્બર, 1લી ODI, જોહાનિસબર્ગ 19 ડિસેમ્બર, બીજી ODI, પોર્ટ એલિઝાબેથ 21 ડિસેમ્બર, ત્રીજી ODI, પાર્લ 26 થી 30 ડિસેમ્બર, 1લી ટેસ્ટ, સેન્ચુરિયન 3 થી 7 જાન્યુઆરી, બીજી ટેસ્ટ, જોહાનિસબર્ગ

Most Popular

To Top