Sports

ચેમ્પિયનની જેમ અફઘાનિસ્તાનને હરાવી સાઉથ આફ્રિકા ફાઈનલમાં પહોંચ્યું

દક્ષિણ આફ્રિકાએ ટી-20 વર્લ્ડકપ 2024ની પહેલી સેમી ફાઈનલ મેચમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાન ટીમ 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલનો સૌથી ઓછો સ્કોર છે. જવાબમાં આફ્રિકાએ માત્ર 8.5 ઓવરમાં 60 રન બનાવી લીધા હતા અને 29 જૂને બાર્બાડોસમાં યોજાનારી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

  • ત્રણ દાયકામાં પહેલીવાર સાઉથ આફ્રિકા આઈસીસીની કોઈ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચ્યું
  • અફઘાનિસ્તાનની શરમજનક હાર, માત્ર 56 રનમાં ઓલઆઉટ થયું
  • ક્ષિણ આફ્રિકાએ 67 બોલ બાકી રાખી 9 વિકેટે વિજય મેળવ્યો

T20 વર્લ્ડ કપ 2024 ની સેમિફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન તરફથી જે પ્રકારનું પ્રદર્શન ખૂબ જ શરમજનક રહ્યું છે. આજે ગુરુવારે તા. 27 જૂને રમાયેલી આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમ બેટિંગ પત્તાના મહેલની જેમ પડી ભાંગી હતી. દક્ષિણ આફ્રિકાના બોલિંગ આક્રમણ સામે અફઘાનિસ્તાનના બેટ્સમેનો નિ:સહાય જણાતા હતા.

અફઘાનિસ્તાનની ટીમ એક પછી એક વિકેટો ગુમાવી હતી. પરિણામ એ આવ્યું કે અફઘાનિસ્તાનની ટીમ 11.5 ઓવરમાં માત્ર 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આઈસીસીની કોઈપણ ટુર્નામેન્ટની સેમી ફાઈનલમાં આ સૌથી ઓછો સ્કોર છે. દક્ષિણ આફ્રિકાએ માત્ર 8.5 ઓવરમાં 60 રન બનાવીને સાધારણ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

આફ્રિકન ટીમે આ સાથે ત્રણ દાયકામાં પહેલીવાર આઈસીસી ટુર્નામેન્ટની ફાઈલનમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. સાઉથ આફ્રિકા હવે તા. 29 જૂન શનિવારે બાર્બાડોસમાં યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં રમશે. હવે આફ્રિકન ટીમ ફાઇનલમાં આજે તા. 27 જૂને ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા ટીમ સાથે ટકરાશે. આ મેચમાં અફઘાન ટીમે શ્રેણીબદ્ધ શરમજનક રેકોર્ડ બનાવ્યા હતા.

56 રનનો આ સ્કોર માત્ર T20 ક્રિકેટમાં અફઘાનિસ્તાન ટીમનો સૌથી નીચો સ્કોર નથી, પરંતુ તે કોઈપણ T20 વર્લ્ડ કપ સેમિફાઇનલનો સૌથી ઓછો સ્કોર પણ હતો.

Most Popular

To Top