કોઇ પણ શહેરમાં ગુનો બને પછી જાગવું એ ભારતીય કાયદાની સ્થિતિ – પરિસ્થિતિ છે! સુરત શહેર ખૂનામરકીથી જબરદસ્ત રીતે રાજયમાં અને પર પ્રાંતમાં બદનામ થઇ રહ્યું છે. સુરત મૂળ સ્વભાવે શાંત, વિકાસ અને ધંધા માટેનું ઉત્તમ શહેર તરીકેની ગરિમા ગુમાવી રહ્યું છે. શહેરમાં સ્પા, સ્મોકિંગ ઝોનમાં કેવા ગોરખધંધા ચાલી શકે તે બધા જાણે છે, સમજે છે, હવે તો કપલ બોક્ષનું પણ સાંભળવા મળી રહ્યું છે. આ કપલ બોક્ષનો ઉપયોગ પરિણીત પરિવાર તો કરે જ નહીં, કારણ કે તેને તેની જરૂર જ નથી, તો પછી કપલ બોક્ષનો ઉપયોગ કોણ કરે છે? હવે તો મોબાઇલ / સેલફોનમાં બ્લ્યુ ફિલ્મો હાથવગી આવતી થઇ ગઇ છે, જે એકાદ – બે દશકા પહેલાં દુર્લભ હતી, મોબાઇલ / સેલફોન પણ હવે પાસવર્ડથી ખૂલે છે, જેથી અન્ય કોઇ તે ફોન ચાલુ કરી તેમાં શું છે તે જાણી ન શકો! ત્યારે, યુવાન – છોકરા -છોકરીઓના મોબાઇલ ચેક કરતાં રહેવું તે વડીલોની જવાબદારીમાં આવી જાય છે. હવે તો એવું માનવામાં આવે છે કે યુવાન છોકરા – છોકરીઓનાં લગ્ન કરાવતાં પહેલાં તેઓના મોબાઇલ / સેલફોન અચાનક જ ચેક કરવાથી, તેમનું લગ્નજીવન કેવું જશે તે જાણી શકાય છે. આમ પણ ભારતીય સંસ્કૃતિ દંભી છે, ગમે છે બધાને પણ જાહેરમાં છી…. છી કરવું તે આપણી સંસ્કૃતિ છે?
સુરત – પરેશ ભાટિયા રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વકરતી જતી ગુનાખોરીના સ્રોતો
By
Posted on