SURAT

સોશિઅલ મીડિયા થકી પાંગરેલા પ્રેમનો કરુણ અંજામ : અંતે મહારાષ્ટ્રની યુવતીએ આવું પગલું ભર્યું

સુરત : સોશિયલ મિડીયાથી (Social Media) સંપર્કમાં આવેલી મહારાષ્ટ્રની (Maharashtra) 22 વર્ષિય યુવતી એક મહિના પહેલા જ કાપોદ્રા વિસ્તારમાં પ્રેમીને (Lover) ત્યાં રહેવા આવી હતી. પરિવારજનોને નોકરી માટે સુરત જતી હોવાનું જણાવીને આવેલી યુવતીએ રહસ્યમય સંજોગોમાં ફાંસો (susite) ખાઇ લીધો હતો. બનાવ અંગે કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.કાપોદ્રા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર કાપોદ્રા વિસ્તારમાં આવેલા ચંચલનગર સોસાયટીમાં રહેતી મોનિકા સુભાષભાઈ હોલકર એક મહિના પહેલા જ મહારાષ્ટ્રનાં અહેમદનગરથી પ્રેમી સુભમકુમાર રાણા સાથે સુરત રહેવા માટે આવી હતી.

મોનિકાના આપઘાત અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે
દરમિયાન શુક્રવારે મોડી રાત્રે મોનિકાએ ફાંસો ખાઇ લીધો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે પરિવારને માહિતી આપી હતી. મોનિકાના આપઘાત અંગે વધુ તપાસ પોલીસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, મોનિકા હોલકર સોશિયલ મિડીયા થકી સુભમકુમાર રાણાના સંપર્કમાં આવી હતી.મૃતકના પરિવારના જણાવ્યા મુજબ મોનિકાએ તેમને એવું કહ્યું હતું કે તેને સુરતમાં નોકરી લાગી છે અને તે હાલ નાનપુરામાં એક હોસ્ટેલમાં રહે છે. જો, કે હકીકતમાં પોલીસના જણાવ્યા મુજબ મોનિકા પ્રેમ-સંબંધમાં પ્રેમી સાથે કાપોદ્રામાં રહેતી હતી. બનાવ અંગે વધુ તપાસ કાપોદ્રા પોલીસ કરી રહી છે.

Most Popular

To Top