નવી દિલ્હી: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)ના માતા(Mother)નું નિધન(Death) થયું છે. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. જયરામ રમેશે ટ્વિટ કર્યું – સોનિયા ગાંધીની માતા પાઓલા મૈનો(Paola Maino)નું શનિવારે 27 ઓગસ્ટ 2022ના રોજ ઇટાલીમાં તેમના ઘરે અવસાન થયું હતું. તેઓની ઉંમર 80 વર્ષની હતી. ગઈકાલે 28 ઓગસ્ટના રોજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સોનિયા ગાંધી હાલ વિદેશમાં
ઉલ્લેખનીય છે જયરામ રમેશે ટ્વિટ કરીને આપેલી ખબર એવે સમયે આવી છે કે જ્યારે હાલમાં સોનિયા ગાંધી સારવાર માટે વિદેશમાં છે. સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે મેડિકલ ચેકઅપ માટે વિદેશ પ્રવાસે છે. રાહુલ ગાંધી તેમની દાદીની ખૂબ નજીક હતા. જ્યારે પણ તેમને સમય અને તક મળતી ત્યારે રાહુલ ગાંધી તેમની દાદીને મળવા ઈટાલી જતા હતા.
સોનિયા ગાંધી માતાને મળવા ગયા હતા
સોનિયા ગાંધી ગયા અઠવાડિયે માતાને મળવા ગયા હતા. નોંધનીય છે કે 24 ઓગસ્ટે કોંગ્રેસે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જશે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી પરત ફરતા પહેલા સોનિયા પોતાના બીમાર માતાને જોવા જશે. રાહુલ અને પ્રિયંકા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત તેમના મામાની મુલાકાતે આવ્યા હતા. 2020 માં, જ્યારે રાહુલ ગાંધીને તેમના વારંવારના વિદેશ પ્રવાસો પર કેટલીક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પાર્ટીએ કહ્યું હતું કે તેઓ એક બીમાર સંબંધીની મુલાકાત લેવા ઇટાલીની ખાનગી મુલાકાતે છે.