સોનગઢ :સોનગઢ (Songar) તાલુકામાં બેડવાણના ભેંસરોટ ગામે દુધ ભરવા ગયેલ શખ્સને ઢોર ચારવા બાબતે બબાલ કરી માર મારનાર (Beating) હુમલાખોર વિરુદ્ધ પોલીસ(Police ) ફરિયાદ નોંધાઈ છે.તને મારી જમીનમાં ઢોર ચારવા ના પાડી છે, છતાં કેમ ચરાવે છે’ કહી યુવાન પર હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી.સોનગઢના બેડવાણ પ્ર.ભેંસરોટ ગામે બંગલી ફળિયામાં આવેલી દૂધડેરીમાં સવારના અરસામાં ડુંગરી ફળિયાના લાલસીંગ શાંતીલાલ ગામીત દૂધ ભરવા ગયા હતા. તે અરસામાં આજ ગામના અન્ય સખ્શે હુમલો (Attack)કરી દીધો હતો.
તને મારી જમીનમાં ઢોર ચારવા ના પાડી છે
પોલીસ સૂત્રો પાસેથી લાલસીંગ શાંતીલાલ ગામીત દૂધ ભરવા ગયા હતા. તે અરસામાં આજ ગામના નવા ફળિયાના રમેશ હોલ્લાભાઇ ગામીતે આવી લાલસીંગને કહ્યું કે તને મારી જમીનમાં ઢોર ચારવા ના પાડી છે, તેમ છતાં કેમ ચરાવે છે. લાલસીંગે આ વાત તેના પિતાને કહેવા કહેતાં રમેશ ગામીત આવેશમાં આવી ગાળો બોલવા લાગ્યો હતો. અને લાલસીંગને ગળામાં પકડી પીઠનાં ભાગે ઢિક્ક મારી ઉંચકીને ફેંકતા તેને કાને, ખભા તેમજ પગે ઘૂંટણના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આટલું ઓછું હોય તેમ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતાં લાલસીંગે હુમલો કરનાર રમેશ ગામીત વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.
આમોદના સીમરથામાં યોગ્ય વળતર નહીં મળતાં સ્થાનિકોએ એક્સપ્રેસ હાઈવેનું કામ અટકાવ્યું
ભરૂચ: ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ હાઈવે સંપાદિત જમીનમાં અસરગ્રસ્ત ખેડૂતો યોગ્ય વળતરની પ્રબળ માંગણી કરી રહ્યા છે. વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોને જમીનના ઊંચા ભાવ આપ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લાને ભાવ ન આપતાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ગુરુવારે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાઈવેની કામગીરી માટે આમોદના સીમરથા ગામે અસરગ્રસ્ત ખેડૂતો ભેગા થઈને કામગીરી અટકાવતાં વિવાદ વધુ વકર્યો હતો.
વિવાદી મુદ્દાને લઈ કામગીરી ગોકળગાય ગતિમાં
ભરૂચ જિલ્લાનાં ૩૩ જેટલાં ગામોની જમીન વડોદરા-મુંબઈ હાઇવે માટે સંપાદિત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનના બદલામાં તદ્દન ઓછું વળતર આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કઠિતપણે છેલ્લા ઘણા સમયથી ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ હાઈવેની વિવાદી મુદ્દાને લઈ કામગીરી ગોકળગાય ગતિમાં ચાલી રહી છે.ગુરુવારે નેશનલ હાઈવેના અધિકારીઓની ઉપસ્થિતિમાં સીમરથા ગામે કામગીરી શરૂ કરવામાં આવતાં સ્થાનિક અસરગ્રસ્તો ભેગા થઇ ગયા હતા.
ખેડૂતોની માંગણી કલેક્ટર સુધી પહોંચાડવામાં આવશે
અમને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કામગીરી નહીં કરવા દઈને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોના વિરોધ બાદ કામગીરી રોકી દેવામાં આવી હતી. જે મુદ્દે નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણી કલેક્ટર સુધી પહોંચાડવામાં આવશે. ખેડૂતોને પણ સમાધાનના પ્રયાસોની સાથે જ કામગીરી ચાલુ કરીને પ્રોજેક્ટ સમયસર પૂરો થઇ શકે.આ મુદ્દે જમીન ગુમાવનારાં એક મહિલા ખેડૂતે જણાવ્યું હતું કે, અન્ય જિલ્લાઓમાં ખેડૂતોને ૧ કરોડ રૂપિયા અપાયા છે. જ્યારે અહીં માત્ર ૭થી ૧૦ લાખ રૂપિયા આપી વિષમ સ્થિતિનું નિર્માણ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં ખેડૂતોએ દેશના હિત માટે જમીનો સંપાદિત કરવાની જગ્યાએ આડાઈને કારણે ખેડૂતોએ રડવાનો વારો આવ્યો છે. આખરે અસરગ્રસ્ત ખેડૂતો વળતર નહીં મળે તો આંદોલનનાં મંડાણ કરે એવી ભીતિ વર્તાઈ રહી છે.