Columns

દરિયાઈ પટ્ટી પર આવેલું અને એકપણ ક્રિમિનલકેસ નહીં ધરાવતું ઓલપાડ તાલુકાનું નાનકડું ગામ સોંદામીઠા

દરિયાઈ પટ્ટી પર આવેલું અને ઓલપાડ તાલુકાનું નાનકડું ગામ સોંદામીઠા આજે વિકાસ તરફ ગતિ કરી રહ્યું છે. 736ની વસતી ધરાવતા સોંદામીઠા ગામ હજુ સુધી એકપણ ક્રિમિનલ કેસ દાખલ નથી થયાનું ગૌરવ ધરાવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના બાદ હમણા સુધી સોંદામીઠા ગ્રામ પંચાયતની માત્ર બે વખત ચૂંટણી થઇ છે. સોંદામીઠા ગ્રામ પંચાયતના સૌપ્રથમ સરપંચ તરીકે સ્વ.ન્હારસિંહ માલજીભાઈ ઠાકોર વર્ષ-1968માં ચૂંટણી થતાં વિજેતા બન્યા હતા. તેઓ ટકારમા ડેરી, સોંસક કોટન મંડળી, વિવિધ કાર્યકારી સહકાર મંડળીમાં ભૂતકાળમાં સોંદામીઠાનાં તત્કાલીન પ્રમુખ અને ડિરેક્ટર પદ ભોગવી ચૂક્યા છે. સોંદામીઠાના શિક્ષણજીવે અંકલેશ્વરમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરી ભરૂચ જિલ્લામાં અગ્રીમ હરોળની સુવિધાસજ્જ રંગ ઇન્ટરનેશનલ હાઇસ્કૂલ બનાવી છે. સરપંચ સહિતની તમામ મહિલા સભ્યો દ્વારા રચાયેલી સમરસ પંચાયત ધરાવતું સુરત જિલ્લાનું એકમાત્ર ગામ સોંદામીઠા છે. પંચાયતમાં એક જ ઠાકોર પરિવારની બે પેઢીના ત્રણ સભ્ય ચાર દાયકાથી સુકાન સંભાળે છે. ગામમાં તમામ વિધવા બહેનોને પેન્શન દર મહિને મળે છે.

સોંદામીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ સભ્યો મહિલા

સોંદામીઠા ગ્રામ પંચાયતનાં 38 વર્ષિય મહિલા સરપંચ દિક્ષાબેન પૃથ્વીરાજસિંહ ઠાકોરે MAની માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તેમને ગામનો વહીવટ પુરુષોના બદલે નારીશક્તિ વહીવટ કરે એવી ભાવના હતી. વર્ષ-2021માં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં સરપંચ સહિત તમામ સભ્યો મહિલા હોવા ઉપરાંત પંચાયત સમરસ પણ બનતાં તેમનું સપનું સાકાર થયું હતું. દેશની આઝાદી બાદ પહેલી વખત સોંદામીઠા ગામને ફક્ત મહિલાઓ દ્વારા ચલિત તથા સમરસ ગ્રામ પંચાયતનું સફળતાથી સંચાલન કરનાર સરપંચ દિક્ષાબેન ઠાકોરને તા.26મી જાન્યુઆરી-2025ના રોજ કેન્દ્ર તરફથી સ્પેશિયલ ગેસ્ટ તરીકે વિઝિટ માટે નિમંત્રણ મળ્યું હતું. ગ્રામ પંચાયતની સત્તાનાં સૂત્રો મહિલાઓના હાથમાં આવતાં પ્રથમ પડકાર આ ગામમાં પીવાના પાણીનો હતો. આ સમસ્યાને નિવારવા સરકારની વાસ્મો હેઠળની જલ સે નલ યોજના હેઠળ ઘર દીઠ પાણી પહોંચાડવામાં મહિલાઓ સફળ થઈ છે. સોંદામીઠા ગામના સરપંચ દિક્ષાબેન ઠાકોરને દિલ્હીથી જળશક્તિ અને રક્ષા મંત્રાલય તરફથી આમંત્રણ મળતાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓને મળવાનો અવસર મળ્યો હતો. તેમને બેસ્ટ પર્ફોમિંગ એવોર્ડ પણ અપાયો હતો. આ અંગે સરપંચ દિક્ષાબેન ઠાકોર કહે છે કે, ગામના સાથ-સહકાર થકી આ શક્ય બન્યું છે. ગામનો વિકાસ સોંદામીઠાવાસીને લઈને થયો છે.

બાગાયતયત ખાતાના લાભ માટે કઇ કઇ સરકારી
યોજના છે?
મારી પાંચ વીઘાં જમીન છે જેમાં કેટલાક આંબા છે અને બાકી સિઝનલ ફ્રૂટનો પાક લઉં છું તો તેના માટે સરકારની કઇ કઇ યોજના છે?

  • દર્શન ચૌધરી, વાલોડ, તાપી
    હા ચોક્કસ જ સરકાર બાગાયત માટે વિવિધ યોજના સમયાંતરે અમલમાં મૂકે છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતાની વર્તમાન યોજનાઓનો લાભ લેવા માટે સુરત જિલ્લાના બાગાયતી ખેતી કરતા અને ખેતી કરવા માંગતા ખેડૂતો નવીન આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર તા.૨૪મી એપ્રિલથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. વર્તમાન વર્ષે ૪૭ જેટલા ઘટકો માટે નવીન આઈ-ખેડૂત પોર્ટલ તા. ૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું રહેશે. આઇ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ ખેડૂતો અરજી કરી શકશે. અરજીમાં જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઈ ખેડૂતો પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ જિલ્લાની બાગાયત કચેરી ખાતે જમા કરાવવાના રહેશે.
  • બાગાયત નિયામક, સુરત
  • દ્વિભાષી મુંબઈ રાજ્યમાં સ્થાપિત સોંદામીઠા હળપતિ આશ્રમશાળા
  • વર્ષ 1956માં દ્વિભાષી મુંબઈ રાજ્યના સમયગાળામાં સોંદામીઠા હળપતિ આશ્રમશાળાની ધો.1થી 7 માટે સ્થાપના કરવામાં આવી હતી. આ શાળા ‘ઓલપાડ તાલુકા આઝાદી સ્મારક કેળવણી મંડળ’ દ્વારા હળપતિ સમાજનાં બાળકો માટે શિક્ષણ સુલભ બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. શાળાની મંજૂરી મેળવવામાં ઓલપાડ મત વિસ્તારના તત્કાલીન ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈનો સિંહફાળો રહ્યો હતો. પહેલા તો કાચું મકાન, વાંસની કામળી અને લીપણવાળી રૂમોમાં વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન આપવામાં આવતું હતું. સમયના પ્રવાહ સાથે શાળાએ ઉન્નતિનો માર્ગ અપનાવ્યો અને આજે પાકા બિલ્ડિંગ સાથે 165 વિદ્યાર્થી અહીં અભ્યાસ કરે છે. શાળામાં બાળકોને પૌષ્ટિક ભોજન, ટકારમા ડેરીનું તાજું દૂધ અને નાસ્તો મળતો હોવાથી તેમના પોષણ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન અપાય છે. આશ્રમશાળાના વિદ્યાર્થીએ દોડ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી જિલ્લા કક્ષાએ ભાગ લીધો છે. શાળાના પ્રમુખ (માજી ધારાસભ્ય) ધનસુખભાઈ પટેલ જણાવે છે, સોંદામીઠા ગામે ચાલી રહેલી આ આશ્રમશાળા માત્ર શિક્ષણ માટે જ નહીં, પણ સમાજના વિકાસ માટે એક મહત્ત્વની કડી છે. અમે બાળકોને ભવિષ્ય માટે તૈયાર કરવા નિષ્ઠાપૂર્વક પ્રયત્નશીલ છીએ.
  • મુકેશકુમાર છત્રસિંહ મહીડાએ ઓઇલ મિલની સ્થાપના કરી
  • સોંદામીઠાના 49 વર્ષીય મુકેશકુમાર છત્રસિંહ મહીડાએ પોતાના ગામમાં જ સો ટકા શુદ્ધ નેચરલ સીંગતેલ અને તલતેલ ઉત્પાદન કરવાનો ઉત્તમ પ્રયોગ કર્યો છે. અગાઉ કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલા મુકેશકુમાર મહીડાને શુદ્ધ અને આરોગ્યવર્ધક તેલ પ્રદાન કરવાનો વિચાર આવ્યો. આ જ સંકલ્પ સાથે ચાર વર્ષ પહેલાં તેમણે ઓઈલ મિલ શરૂ કરી. આજે તેઓ અઠવાડિયામાં આશરે 50 ડબ્બા અને વાર્ષિક 3000થી 4000 ડબ્બા શુદ્ધ તેલ બજારમાં પ્રદાન કરે છે. મુકેશકુમાર મહીડા જણાવે છે કે, ઓઈલ મિલની રજિસ્ટ્રેશન કરીને અમે શરૂઆત કરી અને અમારું એકમાત્ર ઉદ્દેશ એ છે કે, લોકો સુધી સો ટકા શુદ્ધ અને આરોગ્યપ્રદ તેલ પહોંચે.”
  • સોંદામીઠા ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત તમામ સભ્યો મહિલા
  • સોંદામીઠા ગ્રામ પંચાયતનાં 38 વર્ષિય મહિલા સરપંચ દિક્ષાબેન પૃથ્વીરાજસિંહ ઠાકોરે MAની માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. તેમને ગામનો વહીવટ પુરુષોના બદલે નારીશક્તિ વહીવટ કરે એવી ભાવના હતી. વર્ષ-2021માં ગ્રામ પંચાયતની ચૂંટણી આવતાં સરપંચ સહિત તમામ સભ્યો મહિલા હોવા ઉપરાંત પંચાયત સમરસ પણ બનતાં તેમનું સપનું સાકાર થયું હતું. દેશની આઝાદી બાદ પહેલી વખત સોંદામીઠા ગામને ફક્ત મહિલાઓ દ્વારા ચલિત તથા સમરસ ગ્રામ પંચાયતનું સફળતાથી સંચાલન કરનાર સરપંચ દિક્ષાબેન ઠાકોરને તા.26મી જાન્યુઆરી-2025ના રોજ કેન્દ્ર તરફથી સ્પેશિયલ ગેસ્ટ તરીકે વિઝિટ માટે નિમંત્રણ મળ્યું હતું. ગ્રામ પંચાયતની સત્તાનાં સૂત્રો મહિલાઓના હાથમાં આવતાં પ્રથમ પડકાર આ ગામમાં પીવાના પાણીનો હતો. આ સમસ્યાને નિવારવા સરકારની વાસ્મો હેઠળની જલ સે નલ યોજના હેઠળ ઘર દીઠ પાણી પહોંચાડવામાં મહિલાઓ સફળ થઈ છે. સોંદામીઠા ગામના સરપંચ દિક્ષાબેન ઠાકોરને દિલ્હીથી જળશક્તિ અને રક્ષા મંત્રાલય તરફથી આમંત્રણ મળતાં તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓને મળવાનો અવસર મળ્યો હતો. તેમને બેસ્ટ પર્ફોમિંગ એવોર્ડ પણ અપાયો હતો. આ અંગે સરપંચ દિક્ષાબેન ઠાકોર કહે છે કે, ગામના સાથ-સહકાર થકી આ શક્ય બન્યું છે. ગામનો વિકાસ સોંદામીઠાવાસીને લઈને થયો છે.

Most Popular

To Top