ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા (J P Nadda) બંગાળના પ્રવાસ પર છે. મિશન ‘સોનાર બાંગ્લા’ (Sonar Bangal) ના પ્રચાર માટે અહીં આવ્યા છે. નડ્ડાએ ગુરુવારે કહ્યું કે ભાજપ બંગાળને ‘સોનાર બાંગ્લા’ બનાવવા માટે બંગાળના લોકોના સૂચનો અને મંતવ્યો લેશે. તેમણે માહિતી આપી કે આ સૂચનો લેવા માટે આખા બંગાળમાં 30 હજારથી વધુ સૂચન બોક્સ મૂકવામાં આવશે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે 2 કરોડથી વધુ બંગાળીઓના સૂચનો લેવામાં આવશે. તેમણે કહ્યું કે સૂચન બોક્સ જુદા જુદા સ્થળોએ મુકવામાં આવશે. આ ઉપરાંત ભાજપના કાર્યકરો લોકોના ઘરે ઘરે જઈને લોકોના મંતવ્યો અનો સૂચનો લેશે.
સોનાર બાંગલા માટે નડ્ડાની યોજના:
નડ્ડાએ કહ્યું, “અમારે બંગાળની સંસ્કૃતિ વિશે વિચારવું પડશે. અમે સાંભળ્યું છે કે બંગાળ આજે જે વિચારે છે, ભારત આવતી કાલે વિચારે છે. બંગાળની મહાન હસ્તીઓની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને સોનાર બંગાળ કેવી રીતે બનાવી શકાય અમારે તેના વિશે વિચારવું પડશે. સોનાર બાંગ્લા અભિયાન વિશે વાત કરતા, અમારો પ્રયાસ છે કે બંગાળના લોકો સોનાર બંગાળ બનાવવામાં કેવી રીતે ફાળો આપી શકે. અમે તેમની આશાઓને એકીકૃત કરવા માંગીએ છીએ. “
બંગાળના લોકો જ સોનાર બંગાળ બનાવવા વિશે પૂછીએ:
તેમણે કહ્યું, ‘બંગાળના પ્રબુદ્ધ લોકો જાણે છે કે બંગાળને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય. અમે તેમના વિચારો જાણવા માંગીએ છીએ. અમે 2 કરોડથી વધુ લોકોના મંતવ્યો લઇશું. અમે આખા બંગાળમાં 30,000 હજાર બોક્સ મૂકીશું. બધી એસેમ્બલી એસેમ્બલીઓમાં 100 સૂચન બોક્સ હશે. ત્યાં 50 જુદા જુદા સ્થળો હશે અને પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઇને લોકોના સૂચનો લેશે
નડ્ડાએ કહ્યું, ‘એલઈડી રથ તમામ 294 વિધાનસભાઓમાં ચાલશે. આ દ્વારા ડિજિટલ માધ્યમથી લોકો સૂચનો આપી શકે છે. એક મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે, જેના પર આપણે મિસ્ડ કોલ, વોટ્સએપ દ્વારા લોકો પોતાના સૂચનો આપી શકે છે. આ સિવાય એક વેબસાઇટ પણ છે, જેના પર તમે સૂચનો આપી શકો છો. અમે 3 થી 20 માર્ચ સુધી દરેક વિધાનસભા મત વિસ્તારમાં સૂચનો લઈશું. ભાજપ અધ્યક્ષે ઉમેર્યુ કે, ‘જો અમારી સરકાર આવશે તો પીએમ કિસાન સન્માન નિધિ મળશે. તેની સાથે જુના હપ્તા પણ આપશે. આનાથી 73 લાખ ખેડુતોને લાભ થશે. બંગાળના લોકોને આયુષ્માન યોજનાનો લાભ વધારવામાં આવશે. 4 કરોડ 67 લાખ લોકોને આયુષ્માન ભારત યોજના હેઠળ સીધો લાભ મળશે.
તેમણે કહ્યું, ‘અમે બંગાળમાં નવી સંસ્કૃતિ આપવા જઈ રહ્યા છીએ. ભ્રષ્ટાચાર નહીં હોય, શરણાર્થીઓ માટેનું શિક્ષણ આરોગ્ય પર ભાર મૂકીશું. તેમના માટે પણ શિષ્યવૃત્તિ શરૂ કરીશું. નક્સલવાદને ખતમ કરવા પ્રયત્ન કરશું. સમૃદ્ધ કોલસાની ખાણોમાં ગેરકાયદેસર ખનન કામ બંધ થશે. બંગાળી લોકોની કુશળતા ફરીથી વિસ્થાપિત કરી સ્થાનિક ઉત્પાદનને વૈશ્વિક સ્તરે પહોંચાડશું.