મુંબઈ: (Mumbai) બોલિવુડ (Bollywood) ઈંડસ્ટ્રીની વાત કરીએ તો આ વર્ષે ધણાં બઘાં એકટર એકટ્રેસિસ લગ્નગ્રંથિમાં જોડાઈ ગયા છે. હાલમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ખબરો ચારે બાજુ ફેલાઈ ગઈ છે સાથે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ખબરો પણ ચાલી રહી છે એવામાં બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાને (Sonakshi Sinha) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે સોનાક્ષી સિન્હા સલમાન ખાનના પરિવાર સાથે જોડાયેલા એક સભ્ય સાથે લગ્ન કરવા જઈ રહી છે. જો કે આ વાતની હાલ કોઈ પુષ્ટી થઈ નથી પરંતુ સોનાક્ષીના લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે. જણાવી દઈએ કે સોનાક્ષીને ફિલ્મોમાં પહેલો બ્રેક સલમાન ખાને (Salman Khan) જ અપાવ્યો હતો. અને દબંગમાં સલમાન સોનાક્ષીની જોડી પણ બહુ હિટ રહી હતી.
મળતી માહિતી અનુસાર, શત્રુઘ્ન સિંહાની લાડકી દીકરી સોનાક્ષી સિન્હા સેલિબ્રિટી મેનેજર બંટી સચદેવાની સાથે રિલેશનશિપમાં છે. બંટી સચદેવા સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનનો સાળો છે. જાણવા મળ્યા મુજબ સોનાક્ષી બંટી સાથે લગ્ન કરવા તૈયાર છે. સોનાક્ષી અને બંટી સારા મિત્રો છે. બંને ઘણીવાર એક સાથે પાર્ટીઓમાં દેખાય આવે છે. બંટીની પીઆર એજન્સી ‘કોર્નર સ્ટોન’નો માલીકી હક ધરાવે છે. બંટીના અગાઉ 2009માં અંબિકા ચૌહાન સાથે લગ્ન થઈ ચૂક્યા છે અને લગ્નના 4 વર્ષ બાદ જ છૂટાછેડા પણ થઈ ગયા છે. સાથે જ જાણવા મળ્યું છે કે તે વિરાટ કોહલીનો સારો મિત્ર છે. તેમજ વિરાટ કોહલીનું સંચાલન કરતી સ્પોર્ટ્સ મેનેજર કંપનીનો CEO છે.
આ અગાઉ બંટીનું નામ સુષ્મિતા સેન, દીયા મિર્ઝા, નેહા ધુપિયા અને સમીરા રેડ્ડી જેવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. સોનાક્ષીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે તે સ્કૂલમાં હતી ત્યારે તેને એક છોકરા સાથે લવ થયો હતો અને તેમાં તે ખૂબ ગંભીર પણ હતી. જોકે એ રિલેશનશીપનો અંત આવી ગયો હતો. ત્યારબાદ જ્યારે તે 21-22 વર્ષની હતી ત્યારે તે ફરી રિલેશનશિપમાં હતી અને તે 5 વર્ષ સુધી તે આ રિલેશનશિપમાં રહી હતી. જોકે તે બંટી જ છે કે નહીં તે અંગે હાલ કાંઈ કહી શકાય તેમ નથી.