હવે એવું રહ્યું નથી કે માતા પિતા જે છોકરો કે છોકરી બતાવે તે સારા માનીને હા કહીને પરણી જાય. પહેલા ૧૯ થી ૨૦ પછી, ૨૦ થી ૨૩ પછી, ૨૩ થી ૨૫ અને હવેથી ૨૫ થી વધુ ઉંમર સુધી જાય તો પણ પરણવાનું નામ નથી લેતા. બધા છોકરાઓ એવું માને કે પહેલા કેરીયર બનાવીએ પછી લગ્ન કરીએ અને બધા જ છોકરાઓ ભણે વધારે એટલે સામે પાત્ર પણ એવું જ શોધે. તેમા હવે તો છોકરીઓને ફકત ડોકટર એન્જીનીયર જે મોટા પેકેજોમાં કામ કરતા હોય તેમજ સ્ટેટસ વાળી નોકરી વાળા જે છોકરાઓની ડીમાન્ડ કરતા હોય, ઉપરાંત માતા પિતાની એકની એક છોકરી એટલે તેઓ પણ સારું એવું કમાય એવા જ પાત્રને ન્યાય આપે છે. ત્યારબાદ એકબીજાની મુલાકાત કરે છે ફોન ઉપર ચેટીંગ કરે ફરે હરે થોડા દિવસ એકબીજાને ઓળખે ને હા પાડે પણ છતાં પણ કયાંક ઓછુ પડે કે થોડા જ દિવસમાં વિવાહ અને લગ્ન તુટી જાય.
આ તો એવું કે જેમ ભણતર અને સમજદારી વધે તેમ એકબીજાને અોળખવાનું અઘરુ બનતું જાય એના કરતા પહેલા માતા-પિતા ખાનદાન વ્યકિત જોઇને સંતાન પરણાવતા તે વધારે ટકી જતા. આખી જીંદગી દિકરા – દીકરી પરણાવવા માટે ધન એકઠું કરીને પછી લગ્ન ફોક જાય તો મા-બાપને માથે તો જાણે આભ તૂટી પડે છે માટે સંતાનો પણ થોડું સમજે. પોતાની પસંદગી છતાં પણ પ્રોબ્લેમ ઊભા થાય અને પ્રોબ્લેમ ઊભા થાય તો સહન કરવાનું તો આવે જ નહિં. ફકત એક જ વિકલ્પ છૂટાછેડા. તો છોકરીઓની ચોઇસ પણ ઊંચી થવા માંડી. પોતે પગભર હોય, ઘરમાં એકની એક દીકરી હોય એટલે બીજા ઘરે સેટ થવાનું અઘરું જ લાગે છે. તે બધી જ સગવડ હોવા છતાં નથી ફાવતું. આ જ શબ્દ સાંભળવામાં આવે છે. માટે જ માતા-પિતાને હવે એક કે બે સંતાનો પણ તેમના લગ્ન કરવા કઠિન બને છે. તેમાં છોકરીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો. તો છોકરા માટે છોકરી શોધવી એક સમસ્યારૂપ છે.
સુરત – કલ્પના વૈદ્ય – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.