Charchapatra

કહેવા જેવી વાત

એક દિવસે હું સ્વામી સચ્ચિદાનંદજીના આશ્રમે ગયેલો ત્યારે તેમણે કહેલું કે બધા પોતડી પહેરે તો દેશનું અર્થતંત્ર ક્ષીણ થવા માંડે! (હું 40 વર્ષોથી દંતાલી જાઉં, પરંતુ મેં કોઇની કંઠી નથી બાંધી). તેમના લગ્ન સંસ્થા અને સંસાર રામાયણ બંને પુસ્તકો દરેક કુટુંબે વસાવવા જેવાં છે. મેં અત્યાર સુધી તેમનાં પુસ્તકો અને કેસેટસ ખૂબ વહેંચ્યાં. સરેરાશ ભારતીયોના રહેણાંક અને જીવનશૈલી અનુક્રમે સાંકડા અને આનંદપ્રમોદનાં સાધનો વિનાનાં હોય છે. સંતાનો નાનાં હતાં ત્યારે તેમને વિસર્જન બતાવવા લઇ જતો. હવે હોસ્પિટલની અગાસીમાંથી 10-20 મિનિટસ જોઇ લઉં છું. 1951 થી 1960 પપ્પા સુરત વકીલાત કરતા. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ (સ્વ.) ધીરુભાઇ અંબેલાલ દેસાઇના તેઓ જુનિયર હતા.

(હજુરી કોલ્ડ્રીંકના માળ ઉપર ભાગળ) બાદમાં પપ્પા પણ ન્યાયાધીશ થયા. તેમણે બાળઉછેર વિષે કોઇ પુસ્તકો વાંચેલાં નહીં, પરંતુ અસરકારક પિતા સાબિત થયા. 50 વર્ષે જ વિધુર થયેલા. પણ અમને ત્રણેને ખૂબ સાચવ્યાં. તેમનો શિસ્તાગ્રહ મારામાં પણ ઊતર્યો છે. અમારી પુત્રવધૂ ઊઠે એ પહેલાં હું સ્નાનાદિથી પરવારીને તૈયાર થઇ જાઉં. ઘરમાં અસંખ્ય પુસ્તકો. પારદર્શક પીવીસી પૂંઠાં ચડાવેલાં હોય અને ઉપર અને અંદર કુટુંબના સભ્યોની વિવિધ તસ્વીરો હોય. બંને દીકરીઓ પોતપોતાનાં રહેણાંક બનાવે પછી તેમને ગમે તેવા કબાટ ખરીદી એન્સાયકલોપીડીયા વિ. રાખવા આપી દઇશ. અત્યારથી દોહિત્રીને રજી. ટપાલથી પુસ્તકો મોકલવું ચાલુ કર્યું છે. ક્રેડીટ કાર્ડ અને પર્સનલ લોનનાં ભયસ્થાનો સમજાવ્યાં છે.
સુરત              – મહેશભાઈ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top