નવી દિલ્હી, તા. 10 ઘરેલુ વિમાન (Domestic Aircraft) ભાડા પર લાદેલી મર્યાદા (limit) આશરે 27 મહિના બાદ 31 ઓગસ્ટથી હટાવી લેવા (Remove) માં આવશે, એમ કેન્દ્રીય એવિએશન મંત્રી (Union Aviation Ministe) એ બુધવારે કહ્યું હતું.વિમાન ભાડા પરની મર્યાદાને હટાવવાનો નિર્ણય રોજની માગ અને વિમાનના ઈંધણની કિંમતોનું વિશ્લેષણ કર્યા બાદ લેવામાં આવ્યો હતો. સ્થિરતા આવી છે અને અમને ખાતરી છે કે આ સેક્ટર નજીક ભવિષ્યમાં ઘરેલુ ક્ષેત્રમાં વિકાસ માટે તૈયાર છે’, એમ એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય
સિંધિયાએ ટ્વીટર પર કહ્યું હતું.
છેલ્લા અમુક અઠવાડિયાથી એટીએફની કિંમતો નીચે આવી છે, આ પહેલાં તેની કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી હતી જેનું મુખ્ય કારણ 24 ફેબ્રુઆરીએ શરૂ થયેલું રશિયા-યુક્રેન યુદ્ધ હતું.
1 ઓગસ્ટના રોડ દિલ્હીમાં એટીએફની કિંમત રૂ. 1.21 લાખ પ્રતિ કિલો લીટર હતી જે ગયા મહિના કરતા આશરે 14 ટકા ઓછી હતી.
કોવિડ-19 મહામારીના કારણે લાગેલા 2 મહિનાના લોકડાઉન બાદ 25 મે, 2020ના રોજ હવાઈ સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી ત્યારે સરકારે ઘરેલુ હવાઈ ભાડામાં નીચલી અને ઉપલી મર્યાદા લાદી હતી જે ફ્લાઈટની અવધિના આધારે હતી.દાખલા તરીકે વર્તમાનમાં એરલાઈન્સો 40 મિનિટથી ઓછી ઘરેલુ ફ્લાઈટ માટે એક મુસાફર પાસે રૂ. 2900થી (જીએસટી વગર) ઓછા અને રૂ. 8800થી (જીએસટી વગર) વધુ ભાડું લઈ શકે નહીં.
કેટલીક એરલાઈન્સોનું માનવું હતું કે સરકારે નીચલી અને ઉપલી મર્યાદામાં વધારો કરવો જોઈએ અથવા એરલાઈન્સોને ભાડું નક્કી કરવાની સ્વતંત્રતા મળવી જોઈએ.