સુરત (Surat) : સુરતના લોકો માટે પ્રમાણિકતાનું (honesty) ઉદાહરણ પૂરું પાડવી એ નવી વાત નથી. ત્યારે મનપાના (SMC) ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન (DoortoDoorGarbageCollection) વાહનના સ્વછતા મિત્રોની (Cleanliness friends) એક ટીમને પૂણા ગામમાં ગાર્બેજ કલેક્શન દરમિયાન સોનાના ઘરેણાં (GoldOrnaments) ભરેલું બોક્સ મળી આવ્યું હતું. જે માલિકો સુધી પહોંચતું થાય તે માટે પોલીસ સ્ટેશનમાં (PoliceStation) જમા કરવામાં તેમણે દાખવેલી પ્રમાણિક્તા માટે આજરોજ મેયર (Mayor) દ્વારા તેમને સ્મ્માનિત (honored) કરવામાં આવ્યાં હતાં.
- ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાંથી બે પાટલા, બુટ્ટી અને હારનો સેટ મળી આવ્યો
- પૂણા પોલીસ સ્ટેશનમાં દાગીના જમા કરાવનાર સ્વચ્છતા મિત્રોનું શાસકો દ્વારા સન્માન
વિસ્તૃત માહિતી અનુસાર ઈસ્ટ ઝોન-એ (વરાછા) વિસ્તારમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન અંતર્ગત ગાર્બેજ કલેક્શનના વાહનો દ્વારા પૂણા ગામના નિશાળ ફળિયા, મકનજી પાર્ક વિગેરે વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી થાય છે.
આ વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશકુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઇ વાનખેડે તથા ડ્રાઇવર સલમાન શેખની ટીમને આ કામગીરી દરમિયાન પાટલા, બે બુટ્ટી અને એક હાર ભરેલું બોક્સ ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવતા તેઓ એ પૂણા-એ ની વોર્ડ ઓફીસના સ્ટાફ ને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પૂછપરછ કરી પરંતુ માલિક નહીં મળતા પૂણા પોલીસ સ્ટેશનમાં વિગત આપી તે બોક્સ જમા કરાવી દીધું હતું.
આ પ્રેરણાદાયી કાર્ય બદલ આ સ્વછતા મિત્ર ટીમને સુરત મહાનગર પાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશભાઈ માવાણી, ડેપ્યુટી મેયર ડો.નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, આરોગ્ય સમિતિ અધ્યક્ષ નેન્સીબેન શાહ, કોર્પોરેટર વિપુલ મોવલિયા, કોર્પોરેટર ધનશ્યામ મકવાણાજી દ્વારા સન્માનિત કરવામા આવ્યા હતાં.