દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે. વચનો, પ્રવચનોની ગુંજ દેશના વાતાવરણમાં ફેલાઇ ગઇ છે. ચૂંટણી આવે ત્યારે નેતા બનવાના અભરખા અનેકના દિલમાં હોય છે. એવો જ અભરખો રાખનાર કહેવાતા નેતા ચૂંટણી દંગલમાં કુદી પડ્યા અને ચૂંટણી પરિણામ વખતે નેતાજીને રોકડા 3 વોટ મળ્યા અને પછી તો જે થઇ છે. નેતાજીની ઘરવાળી પરિણામ જાણી ટહુકી, આ ત્રીજો વોટ તમારી કઇ હગલીનો છે.
ખેર, નેતાઓની રમૂજ કાર્ટુનોમા અને ટુચકા સ્વરુપે જનતામા ચાલ્યા કરે છે. એક નેતાએ તો વચનોની લહાણી આપતા હદ કરી નાખી. ગામડામા ચૂંટણી પ્રચાર વખતે ઉત્સાહમાં કરી દીધુ કે હું વિજયી થઇ તો ગામડામા પુલ બનાવી દઇશ. ગામડિયાએ ભોળા ભાવે નેતાજીને કહ્યું કે સાહેબ અમારા ગામમા તો નદી નથી. તો પુલ કયાનં બનાવશો. નેતાજીને કહ્યું કે સાહેબ અમારા ગામમાં તો નદી નથી. તો પુલ કયાં બનાવશો. નેતાજી પણ ગાંજ્યા જાય તેવા ન હતા. વળતો જવાબ આપતા કહ્યું અરે ગામમા પહેલા નદી ખોદાવિશ પછી તેની ઉપર પુલ બનાવીશ. વળી એક નેતા બોલ્યા હું જીતીશ તો ગામના બધા રસ્તા નવા બનાવી દઇશ.
ગામવાળા બોલ્યા કે રસ્તા તો નવા જ છે. નેતા બોલ્યા રસ્તા બનાવવામા અગાઉના નેતાના ઠેકેદારોને ખુશી પ્રાપ્ત કરાવી શકુ. ચૂંટણી હોય કે જીવનની રમત હોય શાયર ફાયદાનો એક શેર પ્રાસંગિક છે.
નથી કાંઇ દુનિયામા એથી વધારે
કોઇ દાવ જીતે કોઇ દાવ હારે
તુ શયદા થઇ કામ એવુ કરી જા
જે કામ સદા કામ નેકી પોકારે
નેતા હોય કે પબ્લીક એક વાત યાદ રાખવી જોઇએ કે ફાયદા ગવુ યાને ધસાઇ જવુ મતલબ કટાઇન. મરવા કરતા માનવ સમાજ માટે ધસાઇને મરવુ બહેતર છે.
સુરત – અબ્દુલ્લા એ. હાફેઝાજી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.