આ દુનિયા લાખો વર્ષોથી અસ્તિત્વમાં છે અને માનવજાત પણ લાખો વર્ષોથી બાળકો પેદા કરી રહી છે. આ લાખો વર્ષો દરમિયાન ક્યારેક માનવોની વસ્તી વધી છે તો ક્યારેક ઘટી છે. વસ્તીના વધારા કે ઘટાડામાં મોટા ભાગે કુદરતી પરિબળો જવાબદાર હોય છે. પૃથ્વી પર મનુષ્યની વસ્તી ગજા બહાર વધી જાય તો પણ દુનિયામાં પાકતું અનાજ મર્યાદિત હોવાથી એક લેવલ પર પહોંચ્યા પછી વસતી આપોઆપ ઘટી જતી હોય છે. ક્યારેક દુકાળ, વાવાઝોડું, ભૂકંપ, અતિવૃષ્ટિ, રોગચાળો વગેરે કારણે પણ વસતી કુદરતી રીતે નિયંત્રણમાં રહેતી હોય છે.
મહાભારત અને રામાયણથી માંડીને વિશ્વ યુદ્ધોમાં કરોડો માનવોનો સંહાર થઈ જતાં પણ વસતી ઘટી ગઈ હતી. આ રીતે ભૂતકાળમાં ક્યારેય વસતી ઘટાડવા માટે કુટુંબ નિયોજન, ગર્ભપાત, વંધ્યીકરણનાં ઓપરેશન, ગર્ભનિરોધક દવાઓ વગેરે કૃત્રિમ ઉપાયો અજમાવવા પડ્યા નહોતા. આ તમામ ઉપાયો યુરોપ અને અમેરિકાના શ્રીમંત દેશો દ્વારા એશિયા અને આફ્રિકાના ગરીબ દેશો પર ઠોકી બેસાડવામાં આવ્યા છે, કારણ કે તેમને ડર છે કે જો એશિયા અને આફ્રિકાના ગરીબ દેશોની વસતી હદ બહાર વધી જશે તો છેવટે તેમનાં લોકો યુરોપ અને અમેરિકા પર કબજો જમાવી દેશે.
૧૯૭૦ના દાયકામાં ભારતમાં પણ પશ્ચિમી દેશોના દબાણ હેઠળ વસતીનિયંત્રણના કાર્યક્રમો સરકારી સ્તરે શરૂ કરવામાં આવ્યા હતા, જેનાં માઠાં પરિણામો આવવાનાં હવે શરૂ થઈ ગયાં છે. ભારતનાં દક્ષિણનાં કેટલાંક રાજ્યોમાં વસતીવૃદ્ધિનો દર એટલો ઘટી ગયો છે કે જો તેને સુધારવામાં નહીં આવે તો જપાન અને યુરોપના દેશોની જેમ ભારતમાં પણ યુવાનોની વસ્તી ઘટવા લાગશે અને વૃદ્ધોની વસતીની ટકાવારી વધતાં અર્થતંત્ર પરનો બોજો વધી જશે. તે કારણે દક્ષિણનાં બે રાજ્યો આંધ્રપ્રદેશ અને તમિલનાડુના નેતાઓએ તાજેતરમાં વધુ બાળકો રાખવાની હિમાયત કરી છે. ઘટી રહેલા જન્મ દર અને વૃદ્ધ વસતીને ટાંકીને આંધ્ર પ્રદેશ પ્રોત્સાહન આપવાનું વિચારી રહ્યું છે. રાજ્યે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં બે બાળકની નીતિ પણ રદ કરી હતી અને અહેવાલો કહે છે કે પડોશી તેલંગાણા રાજ્ય પણ નજીકના ભવિષ્યમાં આવું કરી શકે છે.
ભારતનો પ્રજનન દર છેલ્લાં ૭૫ વર્ષમાં ચિંતાજનક રીતે ઘટ્યો છે. ૧૯૫૦માં પ્રતિ મહિલા પ્રજનન દર ૫.૭ થી ઘટીને હાલમાં બે થઈ ગયો છે. ભારતનાં ૨૯ માંથી ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રજનન દર સ્ત્રી દીઠ બે જન્મના રિપ્લેસમેન્ટ સ્તરથી નીચે ગયો છે. જ્યારે પ્રજનન દર ૨.૧ સુધી પહોંચે છે, ત્યારે તેને રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી કહેવામાં આવે છે. જો પ્રજનન દર ૨.૧થી ઘટી જાય તો તેનો અર્થ એવો થાય કે ભારતનાં આજનાં માતાપિતાઓ તેમનું સ્થાન ગ્રહણ કરે તેટલાં બાળકો પેદા નથી કરી રહ્યાં, જેના પરિણામે આગામી ત્રણ-ચાર દાયકામાં આ માતાપિતાઓ દુનિયામાંથી વિદાય લઈ લેશે ત્યારે દેશની વસતી ઘટવા લાગશે.
આજે દક્ષિણનાં પાંચ રાજ્યોનો કુલ પ્રજનન દર ૧.૬ થી નીચે છે, જેમાં કર્ણાટક ૧.૬ અને તમિલનાડુ ૧.૪ છે. બીજા શબ્દોમાં કહીએ તો આ રાજ્યોમાં પ્રજનન દર મોટા ભાગના યુરોપિયન દેશોની સરખામણીએ બરાબર અથવા તો ઓછો છે. આ કારણે જેમ યુરોપના દેશોને તેની ઘટી રહેલી વસતીની ચિંતા સતાવી રહી છે તેવી ચિંતા ભારતનાં રાજ્યોને પણ સતાવી રહી છે. હકીકતમાં ૨.૧ નો રિપ્લેસમેન્ટ લેવલ પ્રજનન દર હાંસલ કરવામાં દક્ષિણનાં પાંચ રાજ્યો બાકીનાં ભારતનાં બીજાં રાજ્યો કરતાં ઘણાં આગળ છે.
કેરળે આ પરિસ્થિતિ ૧૯૮૮માં, તમિલનાડુએ ૧૯૯૩માં અને બાકીનાં રાજ્યોએ ૨૦૦૦ના મધ્યમાં હાંસલ કરી લીધી હતી. તે સમયે તેને ઉપલબ્ધિ માનવામાં આવતી હતી, પણ હવે તેને ચિંતાનો વિષય માનવામાં આવે છે. આ રાજ્યોને ડર છે કે ભારતનાં બાકીનાં તમામ રાજ્યોમાં વસતી વધતી જશે અને તેમનાં રાજ્યોમાં ઘટતી જશે તો ભારતની બદલાતી વસતીવિષયક નીતિ નિશ્ચિતપણે ચૂંટણીમાં પ્રતિનિધિત્વ, સંસદીય બેઠકોની રાજ્યવાર ફાળવણી અને સરકારી આવકમાં હિસ્સેદારી પર હાનિકારક અસર કરશે.
દક્ષિણનાં રાજ્યો બીજી મોટી ચિંતાનો સામનો કરી રહ્યા છે, કારણ કે ભારત ૧૯૭૬ પછી ૨૦૨૬ માં પ્રથમ વખત સીમાંકનની તૈયારી કરી રહ્યું છે. આ કવાયત વસતીમાં ફેરફારને પ્રતિબિંબિત કરવા માટે લોકસભાની બેઠકોની સીમાઓને ફરીથી દોરશે, જેને કારણે આર્થિક રીતે સમૃદ્ધ દક્ષિણી રાજ્યોમાં સંસદીય બેઠકો ઘટવાની સંભાવના છે. સરકારની આવક રાજ્યની વસતી અનુસાર ફાળવવામાં આવતી હોવાથી, ઘણાં રાજ્યોને ડર છે કે આનાથી તેમની આર્થિક સમસ્યાઓ વધુ બગડી શકે છે અને નીતિઓ બનાવવાની તેમની સ્વતંત્રતા અવરોધાઈ શકે છે. જો ૨૦૨૬ માં વસતીના આધારે નવું સીમાંકન કરવામાં આવશે તો તે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં ગીચ વસ્તીવાળા ઉત્તર ભારતીય રાજ્યોને વધુ બેઠકો આપશે, જ્યારે દક્ષિણનાં રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ અને આંધ્ર પ્રદેશને મળેલી સંસદીય બેઠકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.
વસતીવિદોના મતે ભારત સામે મુખ્ય પડકાર એ છે કે પ્રજનન દર ઘટવાની સાથે ભારતની વસ્તી ઝડપથી વૃદ્ધ થઈ રહી છે. ફ્રાન્સ અને સ્વીડને તેમની વૃદ્ધ વસતીનું પ્રમાણ ૭% થી ૧૪% સુધી બમણું કરવામાં અનુક્રમે ૧૨૦ અને ૮૦ વર્ષ લાગ્યાં હતાં, પણ એવી અપેક્ષા છે કે ભારત માત્ર ૨૮ વર્ષમાં આ અનિચ્છનીય પરિસ્થિતિ હાંસલ કરશે. વસતી વૃદ્ધત્વની આ ઝડપી ગતિ પ્રજનનક્ષમતામાં ઘટાડો કરવાની ભારતની નીતિ સાથે સંબંધિત છે.
મોટા ભાગના દેશોમાં, જીવનધોરણમાં સુધારો અને શિક્ષણ અને શહેરીકરણ કુદરતી રીતે પ્રજનનક્ષમતામાં ઘટાડો કરે છે, પરંતુ ભારતમાં સાધારણ સામાજિક અને આર્થિક પ્રગતિ હોવા છતાં, પ્રજનન દરમાં ઝડપથી ઘટાડો થયો છે. આક્રમક કુટુંબ નિયોજન કાર્યક્રમોને કારણે આવું બન્યું હતું, જેણે લક્ષ્યો અને પ્રોત્સાહનો દ્વારા નાનાં પરિવારોને પ્રોત્સાહન આપ્યું હતું. તેનાં કેટલાંક અણધાર્યાં પરિણામો પણ આવ્યાં હતાં. ઉદાહરણ તરીકે આંધ્ર પ્રદેશનો પ્રજનન દર ૧.૫ છે, જે સ્વીડનની બરાબર છે, પરંતુ તેની માથાદીઠ આવક તેનાથી ૨૮ ગણી ઓછી છે.
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના તાજેતરના ઈન્ડિયા એજીંગ રિપોર્ટ મુજબ ૪૦% થી વધુ વૃદ્ધ ભારતીયો (૬૦+ વર્ષ) સંપત્તિ વિતરણની દૃષ્ટિએ વસ્તીના નીચેના ૨૦%માં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભારત અમીર બનતાં પહેલાં ગરીબ બની રહ્યું છે. ઓછાં બાળકોનો અર્થ વૃદ્ધ લોકોના યુવાન લોકો પરના નિર્ભરતાના ગુણોત્તરમાં વધારો થાય છે, પરિણામે વધતી જતી વૃદ્ધોની વસતીની સંભાળ રાખવા માટે ઓછાં લોકો રહે છે. વસતીવિદોએ ચેતવણી આપી છે કે ભારતની આરોગ્ય સેવાઓ, સામુદાયિક કેન્દ્રો અને વૃદ્ધાશ્રમો આ પરિવર્તન માટે તૈયાર નથી.
વધતું જતું શહેરીકરણ, સ્થળાંતર અને બદલાતાં શ્રમ બજારો પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને વધુ નબળી પાડી રહ્યાં છે, જે ભારતની તાકાત છે. આ મહિનાની શરૂઆતમાં હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે યુગલોને ભારતના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઓછામાં ઓછાં ત્રણ બાળકો પેદા કરવાની અપીલ કરી હતી.
તાજેતરની મીટિંગ દરમિયાન આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે જનસંખ્યાવિજ્ઞાન અનુસાર જ્યારે જન્મ દર ૨.૧ થી નીચે આવે છે, ત્યારે સમાજ આપોઆપ તૂટી જાય છે. તેને કોઈ નષ્ટ કરતું નથી. લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના ડેમોગ્રાફર ટિમ ડાયસને જણાવ્યું હતું કે એક કે બે દાયકા પછી પ્રજનનક્ષમતા ખૂબ જ નીચા સ્તરે રહેવાથી વસતીમાં ઝડપી ઘટાડો થશે. સ્ત્રી દીઠ ૧.૮ જન્મનો પ્રજનન દર ધીમા અને બદલી ન શકાય તેવા વસતીમાં ઘટાડો તરફ દોરી જાય છે, પરંતુ ૧.૬ કે તેથી ઓછો દર વસતીમાં અનિયંત્રિત ઘટાડો પેદા કરી શકે છે. ભારત કમનસીબે આ દિશા તરફ જ જઈ રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.