જ્યાં હંમેશા દુનિયાભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ બારેમાસ 24 X 7 લાખોની સંખ્યામાં આવતા રહે છે, એ સાઉદી અરેબિયાનું મક્કા શહેર વિશ્વપ્રસિદ્ધ છે. આખા વિશ્વના શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર છે. એમ કહેવાય છે, કે તમારી દરેક સમસ્યા તકલીફોનો ઉકેલ અહીં તમને મળી રહે છે. – અહીં પેટ્રોલ – ડીઝલના કુવાઓ છે અને શુદ્ધ સોનુ પણ જંગી માત્રામાં છે. – મક્કામાં 24 X 7 બધા જ માર્કેટો બજારો ખુલ્લા રહે છે. અહીં મોટાભાગની ખરીદી રાતદિવસ મહિલાઓ કરતી હોવા છતાં છેડતીના બનાવો બનતા નથી. – મક્કામાં કાયમ શ્રદ્ધાળુઓનો પ્રવાહ અવરીત વહેતો હોવા છતાં મક્કા સાફ – સફાઈ ચોખ્ખાઈમાં નંબર 1 શહેર છે. – મક્કા પથરાળું શહેર છે, અહીંની જમીનમાં ખાસ પાણી નથી.
છતાં નવાઈની વાત એ છે કે અહીં એક ચમત્કારિક કૂવો આવેલો છે. જેમાંથી વિશ્વભરના લોકો ઝમઝમનું પાણી સાથે પોતાના દેશમાં લઈ જાય છે અને મક્કાવાસીઓ આખું વરસ આજ પાણી વાપરે છે, છતાં આજે 1443 વર્ષ થયા પછી પણ આ પાણી ખલાસ કે ઓછું થયું નથી. આ પાણી કોઈ દિવસ ખરાબ થતું નથી અને અનેક બીમારીઓ મટાડી દે છે. – મક્કામાં વિશ્વભરમાંથી લાખો લોકો આવે છે. તમને અહીં અલગ અલગ દેશ – પ્રદેશની ખાવાપીવાની વાનગીઓ મળી રહે છે. – મક્કામાં એક દિવસમાં લાખો ટન મટન અને શાકભાજીઓનો ઉપયોગ થાય છે. – અહીં એક ખાસ પ્રકારની છાશ, જે લીવાન તરીકે ઓળખાય છે, તે મળે છે જે આપણા ભારતના દુધ જેટલી જ પૌષ્ટિક હોય છે.
– અહીં મક્કામાં લાખોની સંખ્યામાં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ સહિત વિદેશીઓ કામ કરે છે. આવા લાખો લોકોને અહીં રોજગારી મળી રહે છે. – મક્કામાં તમને લાખોની સંખ્યામાં AC જોવા મળશે. નાની નાની દુકાનોમાં પણ તમને AC જોવા મળશે. – મક્કામાં ખજુર સિવાય કોઈનું પણ ઉત્પાદન થતું નથી, છતાં અહીં બારેમાસ તમને દેશવિદેશના તમામ શાકભાજીઓ ફળો તમને રોજ મળી રહે છે. – મક્કામાં 200 જાતની ખજુર પાકે છે. એમા એક ખજુર એવી પણ હોય છે, જેમાં ઠળિયો હોતો નથી. મક્કામાં કોઈ નદી – નાળા નથી, છતાં પણ અહીં લાખો લોકોની હંમેશા હાજરી છતાં કોઈ દિવસ પાણીની બુમ પડતી નથી. – અહીં વીજળીની કોઈ લાઈન બહાર નથી, બધી જ લાઈનો જમીનની અંદર છે .
– આખું મક્કા પહાડી પ્રદેશમાં છે, તો પણ 8 / 10 લાઈનો સુધીના સાફ, સ્વચ્છ રસ્તાઓ છે. – મક્કામાં સૂર્યમુખી અને જેતુંનનું તેલ વધુ વપરાય છે. – અહીં એક મીટર પણ કાપડ બનતું નથી, છતાં દુનિયાભરના કપડાં વેચાય છે. મક્કામાં લગભગ દરેક વસ્તુઓ વિદેશથી આયાત કરવામાં આવે છે, છતાં મોંઘવારી નથી. – મક્કાના રહેવાસીઓ કાયદા કાનૂનને માન આપે છે. અહીં તમારા ગુના બદલ સખત સજાની જોગવાઈ છે, તેથી શાંતિ રહે છે.
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.