સુરત: ડાયમંડ હાઉસો હાલમાં મંદીમાં છે. ત્યારે હવે સોનાના સ્મગલિંગમાં કેટલાંક ગ્રુપો પણ વળ્યાં હોવાની ચર્ચા છે. તેમાં પણ જો પોલીસદાદાઓનો સપોર્ટ હોય તો પછી કરોડો રૂપિયા હાલમાં કમાવવા સરળ છે. જો દુબઇથી કે સાઉદીથી સોનું લાવવામાં આવે તો વીસથી ત્રીસ ટકાનો સીધો પ્રોફિટ છે. આથી હવે મુંબઇમાં જે રીતે સોનાની દાણચોરી સિત્તેરના દાયકામાં આપણે જોતા હતા તેની શરૂઆત હવે સુરતમાં થઇ ચૂકી છે.
- વરાછાના બુલિયનને પોલીસ અધિકારીઓ સાથે નજીકપણું ચર્ચામાં
- હવે પીઆઈ સામે તવાઈ, પણ સમાધાન કરાવનાર અધિકારી સામે ક્યારે?
- 30 કરોડના સોનાનું પ્રિ-પ્લાનથી સ્મગલિંગ કરાયું હોવાની વાત
હાલમાં તો કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ મામલે પીઆઇને લીવ ઇન રિઝર્વ પર મૂકી દીધા છે. પરંતુ આ તોડબાજ પીઆઇ જ કોણ અધિકારી છે અને તેને સમાધાન કહેવા કહ્યું કે નથી કહ્યું તે સીધો પુરાવો બની શકે છે. દારૂ અને જુગારની હપ્તાખોરીમાં રમતી પોલીસ જો સ્મગલિંગમાં ભાગ લેતી હોય તો તે શર્મનાક બાબત હોવાની શહેરમાં ચર્ચા છે. આ મામલે જે વચેટિયાએ પુરાવા આપ્યા છે તે પુરાવા કેટલા દમદાર છે. તે તપાસ પછી જ ખબર પડી શકે તેમ છે.
આ ગંભીર પ્રશ્નની તપાસ જરૂરી
- પોલીસની નીચલી કેડરના અધિકારી સાથે ઉચ્ચ અધિકારી સ્મગલિંગમાં સામેલ છે કે કેમ
- જો હોય તો અત્યાર સુધી પગલાં કેમ નહીં
- પીઆઇને જો સાઇડ ટ્રેક કરાયા તો ઉચ્ચ અધિકારીને કેમ નહીં
- કરોડોનું સોનું અત્યાર સુધી સ્મગલિંગ કરાયું હોવાની વાતો ચર્ચામાં
- આ સોનું લાવનાર વિલન ડાયમંડ હાઉસ કે પછી કોઇ બુલિયન હોય તો તેની ધરપકડ ક્યારે
- આખી પોલીસ સિસ્ટમને સીધો પડકાર ફેંકનાર કહેવાતા ઉદ્યોગપતિ અને અધિકારીઓની સાઠગાંઠનો ભેદ ક્યારે ઉકેલાશે.
- જો વિડીયો અને ઓડિયોના પુરાવા અપાયા હોય તો પછી પીઆઇની ધરપકડ કેમ નહીં
- આ આખો મામલો હાલમાં તો ચર્ચામાં છે, પરંતુ આ મામલે પોલીસ કમિશનર ગેહલોત જાતે રસ લઇ રહ્યા છે
- દરમિયાન આવતાં દિવસોમાં કદાચ મોટી કાર્યવાહી કમિ. ગેહલોત કરવાના મૂડમાં હોવાની વાત છે
