તા. 25/11/25 એ કાર્તિકેય ભટ્ટે આ સંદર્ભે ખૂબ ઊંડાણથી ચર્ચા કરી સુંદર માર્ગદર્શન આપ્યું તે માટે તેમને અભિનંદન. આજકાલ આ વિષયે ચર્ચા ચાલી રહી છે કારણ કે સરકારી શાળામાં શિક્ષકને આ કામ સોંપાતાં તેઓ શાળામાં ગેરહાજર રહેતાં ત્યાં વર્ગમાં મોનિટરો ભણાવી રહ્યા છે. બીજી તરફ બુથ લેવલ ઓફિસરની કામગીરી વ્યાપક અને ઝીણવટભરી હોવાથી અત્યાર સુધીમાં શિક્ષકે આત્મહત્યા કરી, જ્યારે બીજા હાર્ટએટેક આવતાં કુલ પાંચ મૃત્યુ પામ્યાં છે. આ સંદર્ભે ઈતિહાસ પર નજર નાખતાં જણાશે કે પહેલાં ચૂંટણી પાંચ વર્ષે આવતી; વસ્તી ઓછી, ખાનગીકરણ હોવાથી સરકારી કર્મચારી અધધ હતા.
હવે વસ્તી વધી, કામો કાયમી થઈ ગયાં. વળી ચૂંટણી પણ સતત ચાલ્યા જ કરે છે. વળી હવે કોઈ કર્મચારી કાયમી નથી. જે છે તે હંગામી, કોન્ટ્રાકટર પર કે રોજ પર. ફળસ્વરૂપે કર્મચારીની સંખ્યા ઘટી. વળી આ કામગીરી સરકારી શાળાનાં શિક્ષકોને સોંપાતાં ગરીબ વર્ગનાં છોકરાઓનું શિક્ષણ બગડી રહ્યું છે. મધ્યમ વર્ગ, ઉચ્ચતમ મધ્યમ વર્ગને પૈસાદારનાં સંતાનો ખાનગી શાળામાં ભણે છે. જ્યાંથી કોઈ શિક્ષકોને આ કામગીરી સોંપાતી નથી. પરિણામે તેમનું શિક્ષણ બગડતું નથી. બીજી તરફ કોમ્પ્યુટર અને નવી ટેકનોલોજીથી સજજ લાખ્ખો યુવાનો બેકાર છે. તો આ કામનો કોન્ટ્રાકટ કેમ આપવામાં આવતો નથી? જેથી પેલા બેકાર યુવાનોને રોજી મળે.
વ્યારા – પ્રકાશ સી. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.