વડોદરા: ફતેગંજમાં આવેલી મિકકત બેંકમાં મોર્ગેજ હોવા છતાં કોઈપણ જાતનો બોજો નથી તેવું સોગંદનામુ કરી વેચાણ આપી હતી. જેનું તપાસ કરતા 1.65 કરોડનો બોજો હોવાનું જણાતા મિલકત ખરદીવાની હોવાથી લોન ભરપાઈની રકમ 1.65 કરોડની રકમ પૈકી 7.50 લાખની રકમ ભરપાઈ કરતા ન હતા. બેંકમાંથી મિલકતનું મોર્ગેજ ક્લિયર સર્ટિફિકેટ આજદિન સુધી નહીં આપતા છેતરપિંડી આચરનાર મિલ્કત માલિક વિરૂધ્ધમાં ખરીદનાર હોટલ સંચાલકોએ ફરિયાદ નોંધાવી છે.
મૂળ બનાસકાઠા અને હાલમાંની પરસી અગિયારસ પાસેની હોટલ મિડ ટાઉન યાસીર ગુલાબનબી સનસરા (ઉંવ,. 32) ભાગીદારી પેઠી વહીવટ કર્તા તથા ભાગીદારી તરીકે વેપાર કરતા હતા. હોટલમાં તેનની સાથે અન્ય 19 ભાગીદારો છે. વર્ષ 2015માં તેઓ નોટરી રૂબરૂ ભાગીદારી લેખ કરાવ્યો હતો. જેમાં તમામ ભાગીદારીની સહી સાથે બેન્કમાં ખોલાવ્યુ હતું. જેમાં સોહેલ શબ્બીર એહમદ સાજી તથા અન્યની સહીથી સ્વતંત્ર વહીવટ કરી શકાશે. સામાવાળાએ અબ્દુલરહેમાન અબ્દુલ કરીમ સફરીના ફતેગંજમાં ચાર માળનું બાંધકામ કર્યું હતું.
જે 2.10 લાખમાં વેચાણ આપવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓએ અબ્દુલરહેમાનનને જણાવ્યું હતું કે આ પ્રોપર્ટી ઉપર કોઇ બોજો છે કે કેમ ત્યારે તઓએ સોગંદનામુ કર્યું હતુ જેમાં બોજો નથી તથા કોઇને પણ વેચાણ, બક્ષીસ ગોરી કે ટ્રાન્સફર કરી નથી. પરંતુ તેઓએ રિપોર્ટ કઢાવતા મિલકત પર રા. 1.65 કરોડનો બોજો હોવાનું જણાયું હતું. તેઓ મિલકત વેચાણ રાખાની હોવાથી અબ્દુલરહેમાન સફરી સાથે લોન ભરવા માટે સંમતિ દર્શાવી 1.65 કરોડ અબ્દુલ રહેમાનના ખાતામાં આરટીજીએસ અને ડીડીથી જમા કરાવ્યા હતા.
પરંતુ અબ્દુલરહેમાને આ રકમમાંથી અમુક લોન ભરપાઇ કરી 48 લાખ લોન એકાઉન્ટમાં ભર્યા ન હતા. જેથી બેન્ક ભાગીદારીઓ તથા અબ્દુલરહેમાનને નોટિસ પાઠવી હતી. જેમાં તેઓએ અબ્દુલ રહેમાનને જાણ કરતા તેઓ 40.50 લાખ ભર્યા હતા પરંતુ 7.50 લાખ ભર્યા ન હતા. જેથી બેન્ક પાસેથી ભાગીદારોને બેન્કમાંથી મિલ્કત અંગેનું મોર્ગેજ ક્લીયર સર્ટિફિકેટ આજ દીન સુધી અપાવ્ય. નથી. જેથી તેઓએ તેમની અબ્દુલ રહેમાન સફરી સામે છેતરપિંડની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.