નવી દિલ્હી: સમગ્ર ભારતમાં પ્રદૂષણનો કેહેર મચ્યો છે. હવા, વાયુ પ્રદુષણ સૌથી વધારે દિલ્હીમાં જોવા મળી રહ્યું છે જેના કારણે લોકોએ ન ચાહતા પણ ઘરમાં રહેવાની ફરજ પડે છે.જણાવી દઈએ કે દિલ્હીમાં એટલું પ્રદુષણ જોવા મળે છે જેના કારણે સરકારે લાંબા સમય સુધી શાળાઓ પણ બંધ રાખવાની ફરજ પડે છે. જોકે ગ્રેટર નોઇડામાં એક કંપનીએ એવી કરી બનાવી છે જે પ્રદુષણ ઘટાડવામાં મદદરૂપ થશે.
મળતી માહિતી મુજબ આ એક પ્રોટોટાઈપ મોડેલ છે. તેમજ આ મોડેલ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.આ ગાડીમાં ચાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગાડીમાં બે દરવાજા આપવામાં આવ્યા છે. આ સાથે જાણકારી મુજબ આ ગાડીનો દેખાવ મહિન્દ્રા દ્વારા તૈયાર કરવામાં આવેલી E20 જેવો છે.
મળતી માહિતી મુજબ ગ્રેટર નોઇડામાં આયોજિત ઓટો એક્સપોમાં એકથી ચડિયાતી એક ગાડીઓ જોવા મળી હતી. દરેક કંપનીઓ પોત પોતાના ફીચર્સ, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તૈયાર કરેલી ગાડીઓને મંચ ઉપર બતાવી છે. આ મંચ ઉપર vavya mobility એ પોતાની ગાડી બતાવતા જણાવ્યું હતું કે આ ગાડી વિશ્વની પ્રથમ સોલાર દ્વારા ચાલતી ગાડી છે. તેઓએ જણાવ્યું કે ટૂંકા અંતરની સફર માટે આ વાહનનો ઉપયોગ કરવું હિતાવહ રહેશે જેના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે તેમજ લોકો પોતાના નિર્ધારિત સ્થાને ટુંક સમયમાં જ પોહચી જશે.