Vadodara

ગોધરા શહેરમાંથી એસઓજી પોલીસે 3 નકલી ડોક્ટરને ઝડપી પાડ્યા

ગોધરા : કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે આવા સમયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા પંચમહાલ  જિલ્લામાંથી 6 ડમી ડોકટર  એસ.ઓ.જી પોલીસે પકડી પાડયા હતા. જ્યારે ગોધરા શહેરમાં કેમ્પસૂલ પ્લોટ વિસ્તાર અને સિગ્નલ ફળીયામાથી ત્રણ જેટલા બોગસ ડોકટરો ને પોલીસે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.પોલીસે 6 ડમી ડોકટરો પાસે થી 350 પ્રકારની દવાઓ સાથે રૂપિયા 4,12,593 નો  મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પંચમહાલ જીલ્લામાં ગેરકાયદેસર રીતે તબીબી પ્રેકટીસ કરનારા  બોગસ ડોકટરો સામે પગલા લેવા જીલ્લા એસ પી ડો.લીના પાટીલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાની સુચના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું.  એસ.ઓ.જી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ એ  કાલોલ ના એરાલ માંથી 2 બોગસ  ડોક્ટર તેમજ શિવરાજપુર થી 1 બોગસ ડોક્ટર ઝડપી પાડયા બાદ પણ ડિગ્રી વગરના ડોક્ટરો ઝડપવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો.  જેને લઇને ગોધરા શહેરમા બોગસ ડોક્ટર હોવાની માહિતી જિલ્લા પોલીસ વડા લીના બેન પાટીલ ને મળતા તેઓની સૂચનાથી પોલીસ અને  મેડીકલ ની ટીમે દવાખાનાઓમાં તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન શહેરના કેપ્સૂલ ફેકટરી પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં દવાખાનૂ ચલાવનાર બે બોગસ ડોકટર (૧) સૂફીયાન મહેમૂબ વાઢેલ (૨) ઓવેસ ઇલીયાસ સદામસ તેમજ  સિગ્નલ ફળીયામાથી ( 3) સાદીક મહોમંદ સઈદ મલા ને પણ દવા અને સામગ્રી સાથે  ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા પકડી પાડેલ  તમામ બોગસ ડોક્ટર ને પોલીસ મથક ખાતે લઈને જઈને  વધુ પુછપરછ સાથે કાયદેસરની કાર્યવાહી હાથઘરી છે.

પોલીસે 6 ડમી ડોકટરો પાસે થી 350 પ્રકારની દવાઓ સાથે રૂપિયા 4,12,593 નો  મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હાલમા કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો હોય ત્યારે બોગસ ડોકટરો ગ્રામ્ય વિસ્તારની ભોળી જનતાને છેતરીને આર્થિક નફો રળી રહ્યા છે.તેટલુ જ નહી પણ તેમની દવાઓથી દર્દીઓને કઇ થાય તો જવાબદાર કોણ વગેરે સવાલો ઉભા થાય છે.ત્યારે તંત્ર દ્વારા આવા ડોકટરોને શોધવા ઝુંબેશ શરૂ કરવામા આવે તે જરૂરી છે. સાથે જિલ્લામાં આવેલ દવાખાનાઓમાં સંબંધિત તંત્ર દ્વારા ડોક્ટરો દ્વારા ડિગ્રી મુજબ દર્દીઓ ને સારવાર કરવામાં આવે છે કે નહીં તેની તપાસ કરીને અસર કારક  કાર્યવાહી કરવામાં આવે તેવી  પ્રજાજનોમાંથી માગ ઉઠી છે.

બોડેલી તાલુકાના પાટિયા ગામે બોગસ તબીબ ઝડપાયો

બોડેલી: પશ્ચિમ બંગાળના ભાતાપરા,નોર્થ 24 પરગનાસ ના વતની આનંદકુમાર બીશ્વાસ નાઓ  છેલ્લા બે ત્રણ વર્ષથી બોડેલી તાલુકાના પાટિયા ગામે એક મકાનમાં  દવાખાનું ચાલવાતો હતો જેની બાતમી છોટાઉદેપુર જિલ્લા એસ.ઓ.જી ટીમને મળતા તેઓ સ્થળ પર દરોડો પાડતા આનંદકુમાર પાસે પ્રેક્ટિસ કરવા માટેનું મેડીકલ કાઉન્સિલ નું સર્ટિફિકેટ માંગતા મળેલ નહિ અને આનંદકુમાર પાસે દવાખાના મોટી માત્રામાં દવાઓ નો જથ્થો અને બોટલ ઇંજેક્શન મળી આવ્યા હતા અને પોલીસ પૂછપરછ કરતા આનંદકુમાર ધોરણ -૧૨ ભણેલ છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો એસ.ઓ.જી ટીમે બોગસ તબીબી ને બોડેલી પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ ને સોંપ્યા હતો.

Most Popular

To Top