SURAT

રેલવેની સાઈટ હેક કરી તત્કાલ ટિકિટ બનાવવાના કૌભાંડમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનારની ધરપકડ

સુરત: સિટીલાઈટ ખાતે ગત 27 જૂનએ રેલ્વેની વિજીલન્સ ટીમે રેડ કરી તત્કાલ ટિકિટ બનાવવાનું સ્કેમ પકડી પાડ્યું હતું. આ સ્કેમની તપાસ દરમિયાન ઉમરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ આખા કૌભાંડમાં જે વીઆઇપી ટિકીટ મળી આવી તે મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વીઆઇટી ટિકીટો જે દિલ્હીથી કોના કહેવા પર કાઢવામાં આવી હતી પોલીસે આ આખો મામલો હાલમાંતો દબાવી દીધો છે. આ ઉપરાંત વિજીલન્સને આ પણ આ મામલે કોઇ રસ નહી હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. સામન્ય રીતે ટાઉટો સાથે સેટીંગબાજીનુ વલણ વિજીલન્સનુ વલણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પશ્વિમ રેલવેની વિજીલન્સમાં ફરજ બજાવતા સંજયકુમાર સુધીર શર્મા (ઉં.વ.૩૮) એ બાતમીના આધારે ગત 27 જૂનએ સિટીલાઈટ મેધ સમરન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં-૬-બીમાં રેઈડ કરી હતી. ફ્લેટમાં રહેતા રાજેશ ગિરધરી મિત્તલ (ઉં.વ.૫૫) દ્વારા લેપટોપ ઉપર આઈઆરસીટીસી દ્વારા અનઅધિકૃત અને ગેરકાયેદ સોફ્ટવેર ગદર અને નેક્સુઝ મેળવી અલગ અલગ ફેક આઈડી પાસવર્ડ મારફતે આઈઆરસીટીસીની સાઈટ હેક કરી તમામ વેરીફિકેશન અને સિક્યોરીટી પ્રોસેસ બાયપાસ કરી તેના સાગરીત કૃપા દિનેશ પટેલ (રહે., સુમન આરાધના એપાર્ટમેન્ટ, ભીમરાડ) ની મદદથી ઈ-ટિકિટ બનાવતો હતો.

પોતે રેલ્વેનો કાયદેસર એજન્ટ હોવા છતાં વધારે પૈસા કમાવવા આ રીતે સ્કેમ કરતો હતો. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન ગઈકાલે વધુ એક આરોપી રાજુ યુવરાજ પંડિત (ઉ.વ.૩૪, ધંધો ઓનલાઈન ટ્રેડ્રીંગ, રહે., ફલેટ નંબર એ/૧૦૧ રાધે રેસિડેન્શી,માન સરોવર સોસાયટી, ગોડદરા તથા મુળ જી.ગિરહડી, ઝારખંડ) ની ધરપકડ કરી છે. આરોપી રાજેશને આ સોફ્ટવેર અપલોડ કરી ઇન્સ્ટોલ કરી આપતો હતો. અને દર મહિને રિન્યુ કરવા 500 રૂપિયા કમિશન લેતો હતો.

Most Popular

To Top