સરળ ભાષામાં આઇનસ્ટાઇને સાપેક્ષવાદ આ રીતે સમજાવેલો જો તમે પ્રેમીકાની રાહ જોતા હો ત્યારે તમારો સમય ખૂબજ ધીમી ગતિએ જશે અને જો તમે એજ પ્રેમીકા જોડે વાતો કરતા હોવ ત્યારે તમારો સમય રોકેટની ઝડપે પસાર થઈ જશે. – ઘડિયાળ એક જ પણ પરિસ્થિતિ અને પરીણામ અલગ! આમ તો સમાજ નામની કોઈ સંસ્થા અસ્તિત્વ ધરાવતી નથી પણ દરેક સમાજના કેટલાક નિયમો જેતે સમાજના મોભીઓ દ્વારા (હવામાં) અંકિત હોય છે. જે સમાજના લોકોના મનમા જીવંત રહે છે. પણ ખૂબી એ છે કે તે નિયમો દરેક માટે સાપેક્ષ છે.
ધર્મગુરુઓ જેમ ધર્મનો અને ઇશ્વરનો ડર બતાવીને પોતાનું ચલાવવાનો પ્રયત્ન કરે છે તેવી જ રીતે ‘સમાજના મોભી’ જેને બનતાં આવડી જાય તેવા લોકો સમાજમાં શું વાતો કરશે? એમ કહીને ડરાવે છે. પણ આ બધું સંજોગો અને સ્વાર્થ પર જ નિર્ભર હોય છે. એમની દૃષ્ટિએ એમની પાસે આવેલ જે પીડીત હોય બસ તેની વર્તમાન અને સપાટી પર તરતાં મુદ્દાઓ ઉપર જ વાતો કરવી બીજા પાસાઓ ઉપર ધ્યાન જ ના આપવું. આમ સમાજનો સાપેક્ષવાદ એ, લોકોની માનસિક અવસ્થા પર આધારીત છે. આ સાપેક્ષવાદ એવો છે આપણે જે અત્યાર સુધી કર્યું કે અત્યારે કરીએ છીએ એ બરાબર જ છે તેનો ભ્રમ પેદા કરાવે છે. આપણાં કર્મોનું અને તેના વડે સામી વ્યકિતને થયેલ નુકસાનનું મુલ્યાંકન કરીને અપવાદની હરોળ સુધી જાતે જ આવવું પડે.
સુરત – દેવેન્દ્ર માંડવીવાલા.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.