કોરોનાના કહેર વચ્ચે સૌથી ખરાબ હાલત શ્રમજીવીઓની થઈ રહી છે. ગરીબોને ભોજન કરાવવા માટે સેવાભાવી સંસ્થાઓ તો આગળ આવી જ રહી છે સાથે સાથે ઘણી સોસાટીની રહીશો દ્વારા પણ લોકોને મદદ કરવામાં આવી રહી છે.
કતારગામ વિસ્તારમાં પટેલ પાર્ક સોસાયટી ની મહિલા ઓ દ્વારા દરરોજ રોટલી બનાવવા માં આવે છે. કતારગામ વિસ્તારની ૩૫ સોસાયટી ની મહિલા ઓ મદદ કરે છે રોજ ૨૦૦૦/૨૫૦૦ લોકો ને રોટલી શાક દાળભાત પહોંચાડવા માં આવે છે. તેઓ દ્વારા દરરોજ ભોજન બનાવી અનજીઓને આપવામાં આવે છે. અને એનજીઓ જરૂરિરાયતમંદો સુધી આ ભોજન પહોંચાડે છે.
હનુમાન જયંતિ નિમિતે લાડુ દાળ ભાત શાક રોટલી નું જમણ હાથી મંદિર, જનતા નગર, યોગી નગર, ગીતા નગર, ઇન્દિરા નગર, કાસા નગર અને અશ્વિની કુમાર સ્મશાન ગૃહ માં ૨૦ લોકો વગેરે ને જમવાનું અપાશે, આ ઉપરાંત કતારગામ વિસ્તાર માં જરૂરિયાત મંદ લોકોને પહોંચાડાય છે. મહેશ કેવડીયા અને તેના કાર્યકરો દ્વારા કામ કરાય છે નવ્યા એજ્યુકેશન ટ્રસ્ટ અને માનવ કલ્યાણ ટ્રસ ના સહકાર થી આ કામગીરી કરવામાં આવી રહી છે.