વર્તમાન પત્રોમાં 100 ગુણમાંથી 100 ગુણ લાવનાર તથા 98.97 ગુણ લાવનારના ફોટા અને તેતે વિદ્યાર્થીઓએ કહેલી હકિકત પરથી જાણવા મળ્યું કે તે દરેક પાસે મોબાઈલ ફોન નથી. એક મજૂરની પુત્રી બારમા ધોરણની વિદ્યાર્થીની બધા વિષયમાં 100માંથી 100 ગુણ લઈને પાસ થઈ. આ સમાચારો જોતા મધ્યમવર્ગનાં યુવાનોને મોબાઈલ વગર પણ ચાલે છે. નહીંતર આજે રસ્તે ભીખ માંગવા બેઠેલા ભિખારી પાસે પણ મોબાઈલ જોવા મળે છે. સામાન્ય મોબાઈલની કિંમત પણ પાંચ હજારથી ઓછી હોતી નથી. ઘરના મધ્યમવર્ગના કુટુંબોને મોબાઈલ લેવો પોષાય એમ નથી. છતાં સંતાનની જીદ ખાતર લેવો પડે છે. ઘણાં મધ્યમવર્ગના મા-બાપોને દેવુ કરીને મોબાઈલ લેવો પડે છે. તો શું સમાજ સેવકોનું કામ નથી કે તે મધ્યમવર્ગના મા-બાપોને સમજાવી મોબાઈલ વસાવતા રોકે? માલેતુજારને ત્યાં તો નાનુ બાળક પણ મોબાઈલથી રમતું હોય છે. પરંતુ મધ્યમવર્ગનું શું? સમાજ સેવકો વિચારે અને યોગ્ય કરે!
પોંડીચેરી – ડો.કે.ટી. સોની– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શહેરનું ભારણ ઓછું કરવા ગામડાનો વિકાસ કરો
હાલમાં હુ સુરત શહેર પુરતું વાત કરુ તો એક અંદાજ પ્રમાણે તાપી નદી પર લગભગ 115 પુલો આવેલા છે. છતાં શહેરના ભારણમાં કે ટ્રાફિક વ્યવસ્થામાં તકલીફ પડે છે. તમે ગમે તેટલા સાંધા મારો તો પણ ટ્રાફિક વ્યવસ્થાને ન્યાય આપી શકતા નથી. ઉપાય તરીકે ગામડામાં નવી નવી સ્કૂલો-કોેજો-આધુનિક સુવિધાઓ નવી નવી ખેતી ઉત્પાદન સિક્ષણ સંસ્થા બનાવો નવા નવા રોજગારીના સાધનોથી રોજીરોટી તથા ધંધાનાં વિકાસ થાય તો શહેરમાં વસ્તીનું ભારણ ઓછુ થાય. ઓછા પાણી તથા ખાતરથી વધારે ખેત ઉત્પાદન થાય તેવા આધુનિક વિચાર આપો. ઓછી જમીનમાં વધારે ખેતી તથા વર્ષમાં ડબલ પાક કેવી રીતે લેવાય તેનું જ્ઞાન આપો સાથે સાથે ખેતી ઉત્પાદન-પાણીના બોરીંગમાં અને ખાતર તથા ખેતીવાડી ઉત્પાદનને વેગ મળે તેવા સાધનો પર સબસીડી આપો.
સુરત – મહેશ આઈ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.