નવી દિલ્હી : સોશિઅલ મીડિયા (Social media) ઉપર જ્યાં-ત્યાં રીલ્સ (Reels) બનાવી પ્રસિદ્ધિ મેળવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ રીલ્સ બનાવવાની લ્હાયમાં હવે લોકો ભૂલી જાય છે તેઓ કયા સ્થાન ઉપર છે. મંદિર જેવા પવિત્ર સ્થાન ઉપર લોકો ભગવાનના દર્શન બાજુએ મૂકીને ખુદને જ એક્સપ્રેક્સ કરવામાં મંડી પડે છે. આવો જ એક વિડીયો હાલમાં જ વાયરલ થઇ રહ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ (World Famous) ઉજ્જેનના (Ujjen) મહાકાલેશ્વર મંદિરમાં(Mahakaleshwar Temple) બૉલીવુડના ગીતો ઉપર ઠુમકા લગાવી રીલ્સ બનવવામાં આવી હતી. અહીં બીજું કોઈ નહિ પરંતુ મંદિરના મહિલા સુરક્ષા કર્મીએ જ આવું કૃત્ય કરતા તે અત્યંત શરમ જનક વાત કહેવાય રહી છે તો હવે ભક્તો તરફે શું આશા રખાય તે પણ એક મોટો પ્રશ્ર્ન છે. જોકે મંદિરના પરિસરમાં અનેક વખત આવા બનાવો બન્યા હોવાનું સામે આવ્યા કરે છે જેથી મહાકાલના ભક્તોમાં નારાજગી વ્યાપી ગઈ છે.
મંદિરની બે મહિલા સુરક્ષા કર્મીઓએ કર્યું આવું કૃત્ય
આ વીડિયો વાયરલ થતાની સાથે જ હડકંપ મચી ગયો હતો. નોંધનીય છે કે બે મહિલાઓ ‘જીને કે બહાને લખો હે…અને પ્યાર પ્યાર કરતે…’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. આ બંને મહિલાઓ બીજી કોઈ નહિ પરંતુ મંદિરની જ સુરક્ષા કર્મચારી છે. આ વિડીયો વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો હતો.
મંદિરના વહીવટી તંત્રએ તુરંત એક્શન લીધા
બેશર્મીની બધી હદો વાતાવનારી આ બને મહિલા કર્મચારીઓ વિરૃદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા.બને દ્વારા બનાવેલો વિડીયો તેજીથી વાયરલ થઇ ગયો હતો.વીડિયો મંદિરના વહીવટી તંત્ર સુધી પણ પહોંચી ગયો હતો અને હરકતમાં આવેલા પ્રસાસને બને મહિલા અકર્મચારીઓ વિરુદ્ધ પગલાં ભરવાના સ્વરૂપે તેમને સેવાઓ માંથી નિષ્કાશીત કરવાનો ફેંસલો લીધો હતો.જોકે મંદિરના તંત્ર એ પહેલા વિડીયોની પુષ્ટિ કરી હતી ત્યારે જાણ થઇ હતી કે બને મહિલા સુરક્ષા કર્મચારીઓ પૂનમ સેન અને વર્ષા નવરંગ નામક કર્મચારીઓ જ હતી..
ગર્ભ ગૃહ અને નંદી હોલમાં મોબાઈલ પર લાગ્યો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે આથી પહેલા પણ મંદિરમાં ઘણા લોકો આ પ્રકારના વીડિયો બનાવી અને શેર કરી ચૂક્યા છે.જેથી હવે મંદિરના પ્રસાસન તરફેથી ફરમાન જાહેર કરાયો છે કે હવે કોઈ પણ ગર્ભ ગૃહ અને નંદી હોલમાં મોબાઈલ ફોન લઇ જઈ શકશે નહિ.મોબાઈલ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ દરમિયાન હવે મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મીઓ જ બોલિવૂડ ગીતો પર વીડિયો બનાવી રહ્યા છે. આ અંગે લોકો પણ સવાલો ઉઠાવી રહ્યા છે.