Charchapatra

સામાજિક સંસ્થાઓના ભુવા અને તેમનાં નાળિયેર

સામાજિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓથી માંડીને રાજકીય સંસ્થાઓ સુધી ખુરશી માટે જે ગોબાચારી કરવામાં આવે છે તેથી તે સાથે સંકળાયેલા જાણે જ છે. સુપ્રિમો દ્વારા જો કોઇ કામ હોય તો ભૂવો બની કોઇ એક-બે કાર્યકર્તાને ધૂણાવે છે અને નાળિયેર નાંખવાનું આવે ત્યારે પોતાની  વ્યકિતને પહોંચતું કરે છે. તેથી દૂરંદેશીવાળા અસંતુષ્ટો સંસ્થા છોડી દે અથવા ભવિષ્યમાં લાભ મળશે ને લાલચમાં ધૂણતા રહે છે. ન્યાય સુપ્રિમને પસંદ નથી અને આમ ને આમ જ સંસ્થા ઢસડાયા કરે છે, તે જોખમી છે. સુપ્રિમો ન્યાય કરવા જાય તો તેની ખુરશી પણ જોખમમાં મૂકાય તેથી તે પણ પોતાની સલામતિ પોતાની ખુરશીની સલામતીનું ધ્યાન રાખી સગવડિયો ન્યાય કરી લે છે ! ત્યારે ખુરશીનો મોહ છોડી સેવાભાવથી કરેલ સત્કાર્યનું સારું મૂળ અવશ્ય મળે જ છે એ આશા સાથે કાર્યકર્તાઓએ સેવા કરતા રહેવું જોઇએ.
સુરત       – પરેશ ભાટિયા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top