Charchapatra

સરકારી કર્મચારીઓના પગાર આટલાં બધાં?

તા.29/8ના ગુજરાતમિત્રમાં જાણીતા લે. ભરત ઝુનઝુનવાલાએ ઉપરોકત બાબતે ખૂબ સારા મુદ્દાઓ દર્શાવ્યા છે. આ બાબત તત્કાળ પગલા ભરવાની જરૂર છે. કારણકે સરકારી કર્મચારીઓનો પગાર સરકારની આવકનો 70 ટકા હિસ્સો ચાંઉ કરી જાય છે. આ લોકોના પગારધોરણ ભારતીય સમાજમાં અનેક  અનિષ્ટો અને અસમાનતાઓ ઊભી કરી છે. સરકારી કર્મચારી દિવસમાં માંડ 6 કલાક કામ કરે છે. જયારે એની બરોબરીનો ખાનગી નોકરીયાત 10 કલાક કામ કરે છે છતાં બંનેના પાગરમાં જમીન આસમાનનો તફાવત છે. બી.કોમ ભણેલા ખાનગી નોકરીયાતને માંડ 12 હજાર પગાર મળે છે જયારે એટલું જ ભણેલા સરકારી કર્મચારી 50 હજારથી 70 હજાર પગાર- TA-DA- મોંઘવારીભથ્થુ અને લટકામાં બોનસ મેળવે છે.

આ લોકોના મબલખ પગારભથ્થાને કારણે મોંઘવારીનું ચકકર વધુ જોરમાં ફરે છે. મોંઘવારી કાબુમાં કરવી હોય તો સમાન વેતન ધોરણ અમલમાં આવવું જરૂરી છે. આ લોકોનાં પગારધોરણે સમાજમાં ઘણા અનિષ્ટો ઉભા કર્યાં છે. આજે દીકરઓની અછતને કારણે મોટાભાગના છોકરીવાળા સરકારી નોકરીવાળો જ જમાઇ શોધે છે. ખાનગી નોકરી કરનાર યુવાન ગમે તેટલો ઉત્તમ સંસ્કારી હોય તોય એની કોઇ વેલ્યુ રહેતી નથી. ઉપરાંત આજે સરકારી નોકરીયાત મોેટેભાગે સરકારી નોકરીયાત સાથી જ પસંદ કરે છે.
સુરત       – જીતેન્દ્ર પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top